મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

Video: નેહા બોરાએ દિલ્હી પોલીસની નોટિસ વિરુદ્ધ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા

ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશનના પ્રમુખ નેહા બોરાએ દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવેલી નોટિસને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે. તપાસ દરમિયાન શાંતિ જાળવવા માટે 10 હજાર રૂપિયાનો વ્યક્તિગત બોન્ડ ભરવાના નિર્દેશ આપતી આ નોટિસ પર તાત્કાલિક રોક લગાવવાની તેમણે માંગ કરી છે. નવી દિલ્હી જિલ્લા પોલીસ દ્વારા ૧૮ ઓક્ટોબરે જારી કરાયેલી આ નોટિસ હેઠળ તેમને સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું….ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસ્સોશિયેશનની કાનૂની ટીમે આ નોટિસને અસ્પષ્ટ, હકીકત વિરુદ્ધ અને બંધારણની કલમ ૧૯ તથા ૨૧ના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ગણાવી છે. આ મામલે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો