NEET પેપર લીક: ‘તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવશે' શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
NEET પેપર લીક કૌભાંડ મામલે મોટા અહેવાલ સામે આવ્યો છે. આ કેસના

NEET પેપર લીક કૌભાંડ મામલે મોટા અહેવાલ સામે આવ્યો છે. આ કેસના માસ્ટરમાઇન્ડ અમિત આનંદે કબૂલાત કરી છે કે પરીક્ષાના એક દિવસ પહેલા પેપર લીક થયું હતું. એક અહેવાલ અનુસાર પરીક્ષા માફિયા અમિતના કબૂલાતની નકલ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પરીક્ષાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રના જવાબો કેવી રીતે યાદ કરાવવામાં આવ્યા હતા. પ્રશ્નપત્રના બદલામાં ઉમેદવારો પાસેથી રૂ. 30-32 લાખ લેવામાં આવ્યા હતા.
NEETના વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી હતી. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, સરકાર પરીક્ષામાં ભૂલ ન થાય તે માટે પ્રતિબદ્ધ છે. સરકાર તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા જઈ રહી છે. કમિટી NTA પર ભલામણો આપશે. વિદ્યાર્થીઓનું કલ્યાણ અમારી પ્રાથમિકતા છે. આમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. સરકાર કોઈપણ ગુનેગારને છોડશે નહીં.
શિક્ષણ મંત્રીએ કહ્યું કે સરકાર ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી રહી છે, જે NTA માળખું, પારદર્શિતા અને કાર્યક્ષમતા સુધારવા પર કામ કરશે. તેમણે કહ્યું કે NTA જે રીતે કામ કરે છે તેમાં ઝીરો એરર છે. હું દરેકને વિનંતી કરું છું કે આ મુદ્દે અફવા ન ફેલાવો. કોઈ ખોટી કોમેન્ટ ના કરો. અમે કોઈપણ પ્રકારના સુધારા માટે તૈયાર છીએ.
UGC-NET પરીક્ષા અંગે, શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે I4Cએ બપોરે 3 વાગ્યે રિપોર્ટ કર્યો કે પરીક્ષાના પેપર ડાર્ક વેબ પર લીક થયા છે. જ્યારે અમે તેની સરખામણી કરી તો અમને જાણવા મળ્યું કે પ્રશ્નપત્ર સમાન હતા. તેમણે કહ્યું કે લીક થયેલા પ્રશ્નપત્રો ટેલિગ્રામ પર હતા. તેમણે કહ્યું કે અમે કાયદો બનાવીશું, પરંતુ આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.
પેપર લીકનો માસ્ટર માઇન્ડ પટનામાં ભાડાના ફ્લેટમાં રહેતો હતો
બિહારની રાજધાની પટનાના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં અમિત આનંદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અહીં પોલીસે તેની પૂછપરછ કરી, જ્યાં તેણે પેપર લીકની કબૂલાત કરી.








