મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

નરેન્દ્ર મોદીને NDAએ સંસદીય દળના નેતા પસંદ કર્યા, 7 જૂને સરકાર બનાવવાનો દાવો કરશે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ ભાજપને પોતાનું સમર્થન પત્ર સોપ્યુ છે. NDAની બેઠક

નરેન્દ્ર મોદીને NDAએ સંસદીય દળના નેતા પસંદ કર્યા, 7 જૂને સરકાર બનાવવાનો દાવો કરશે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ ભાજપને પોતાનું સમર્થન પત્ર સોપ્યુ છે. NDAની બેઠક બાદ તમામ નેતા સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. NDAના સાથી પક્ષો રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. NDAએ નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા પસંદ કર્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરી NDA 7 જૂને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ બેઠકમાં TDPના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ પણ હાજર રહ્યાં હતા.

સરકાર બનાવવાનો દાવો કરી શકે છે NDA

NDAના સાથી પક્ષના નેતા નરેન્દ્ર મોદી સાથે આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરવ માટે રાષ્ટ્રપતિને મળવા જઇ શકે છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમાર, એકનાથ શિંદે, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને પ્રફુલ્લ પટેલ રાષ્ટ્રપતિ ભવન જઇ શકે છે, તેમના સાથે જયંત ચૌધરી અને અનુપ્રિયા પટેલ પણ જઇ શકે છે.

NDAની બેઠકમાં આ પક્ષ સામેલ

NDA સરકારની રચના પર ચર્ચા માટે પીએમ હાઉસમાં બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં શિવસેના, LJP, JDS, આરએલડી, જનસેના, યુપીપીએલ, હમ, જેડપીએમ, એસકેએમ, અપના દલ, એનસીપી, ટીડીપી અને જેડીયુના નેતા સામેલ છે.

NDAને લોકસભા ચૂંટણીમાં મળ્યો છે બહુમત

લોકસભા ચૂંટણી 2024માં ભાજપને સૌથી વધુ 240 બેઠક મળી છે જ્યારે NDAને 292 બેઠક મળી છે.બીજી તરફ કોંગ્રેસને 99 બેઠક અને INDIA ગઠબંધનને 232 બેઠક મળી છે.

આ સમાચાર શેર કરો