Video: અમદાવાદમાં NCBનું સર્ચ ઓપરેશન

સોર્સ: gstv

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી લબ્બૈક પાર્ક સોસાયટીમાં NCB દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હોવાના અહેવાલ બાદ NCBની ટીમે મકાનમાં તપાસ શરૂ કરી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસ પણ સતર્ક બની છે. ઘટનાની જાણ થતાં અમદાવાદ પોલીસના ઝોન 7 DCP શિવમ વર્મા પણ સ્થળ પર પહોંચ્યા હતા. DCPએ સમગ્ર મામલે માહિતી મેળવી હતી. હાલ NCB દ્વારા મકાનમાં તપાસ અને શંકાસ્પદ ડ્રગ્સ અંગેની વધુ વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત