Video: ઝારખંડ સ્થાપના દિવસની ઉજવણી

સોર્સ: gstv

ઝારખંડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે રાંચીમાં રાજ્ય સરકાર દ્વારા રન ફોર ક્લીનલિનેસનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરહાબાદી સ્થિત બાપુ વાટિકાથી આ દોડને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમને ઝારખંડ સરકાર દ્વારા લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો. દોડમાં સ્વચ્છતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાપના દિવસના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં સ્વચ્છ અને સુંદર ઝારખંડ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજન દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત