Video: ભારતની અંડર-19 ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ભારતે એશિયા કપ જીત્યો

ઉત્તરપ્રદેશના ગોંડામાં ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમની એશિયા કપ 2026ની ફાઇનલમાં જીતની ખુશીમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. પાકિસ્તાન સામે રમાયેલી રોમાંચક ફાઇનલમાં ભારતે એક વિકેટથી શાનદાર વિજય મેળવ્યો હતો. આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમના કેપ્ટન લક્ષ્ય રાયચંદાનીના નિવાસસ્થાન બહાર ઉજવણી કરવામાં આવી હતી. પરિવારજનો અને સ્થાનિક લોકોએ ઢોલ-નગારાં સાથે જીતનો ઉત્સવ મનાવ્યો હતો. ભારતીય યુવા ટીમની આ જીતથી ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનને હરાવી એશિયા કપનો ખિતાબ જીતતાં ભારતીય ટીમને દેશભરમાંથી અભિનંદન મળી રહ્યા છે.
જાહેરાત







