Video: દિલ્હી-NCR છોડીને અન્ય શહેરો તરફ લોકોનો ઝુકાવ, NSUI કાર્યકરોએ કર્યા દેખાવ

દિલ્હી-NCR છોડીને બીજા શહેરોમાં વસી રહ્યા લોકો નોકરી અને તકની શોધમાં દિલ્હી-NCR આવતા લોકો હવે આ શહેરથી અંતર વધારી રહ્યા છે. ગંભીર વાયુ પ્રદુષણની સ્થિતિને લઈ NSUI કાર્યકરોએ પણ દિલ્હીમાં પ્રદર્શન કર્યું હતું. દાયકાઓથી રોજગાર અને મોટા વ્યવસાયિક અવસરો માટે દિલ્હી-NCR લોકોની પહેલી પસંદ રહ્યું છે, પરંતુ હવે કેટલાક પ્રોફેશનલ્સ અને ઉદ્યોગસાહસિકો અહીં રહેવા કે પરિવાર વસાવવા અંગે ફરી વિચારવા લાગ્યા છે. આ વર્ષે દિવાળીના પાંચ દિવસ બાદ પણ દિલ્હી-NCRની હવાની ગુણવત્તા અત્યંત ખરાબ રહી હતી.
જાહેરાત








