Video: ટ્રેન દુર્ઘટનામાં પાઇલટ કેબિનનો અંદરનો વીડિયો

આસામના કામરૂપ જિલ્લાના ડિગારૂ રેલવે સ્ટેશન પર સર્જાયેલી ટ્રેન દુર્ઘટનામાં 50થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે...આ દુર્ઘટનામાં એન્જિનની અંદરનો વીડિયો સામે આવ્યો છે. જે આ દુર્ઘટનાની ભયાનકતાનો ચિતાર આપે છે. 45 સેકન્ડના વીડિયોમાં ટ્રેનના લોકો-પાઇલટ કેબિનનો અંદરનો ભાગ દેખાઈ રહ્યો છે. તેમાં કંટ્રોલ પેનલ, ડિજિટલ ડિસ્પ્લે, સ્વિચ અને એન્જિનનાં ઉપકરણો દેખાઈ રહ્યા છે. લોકો-પાઇલટનો અવાજ સંભળાઈ રહ્યો છે. તેમાં તેઓ કહી રહ્યા છે કે કંઈપણ કામ કરી રહ્યું નથી. સિગ્નલ ફેલ છે. ઇમરજન્સી લાગુ છે.. એસ નાઈન અને એ નાઈન પણકામ કરી રહ્યું નથી.બુધવારે સવારે લગભગ 6 અને 54 કલાકે કોલકાતા સૈરંગ એક્સપ્રેસનું એન્જિન અને 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.. પૂર્વોત્તર સીમા રેલવે મુજબ ડિગારૂ સ્ટેશન પર ટ્રેનને બીજી લાઇન પર લઈ જતી વખતે આ અકસ્માત થયો. લોકોપાયલટ બીજી ટ્રેનને પ્રાથમિકતા આપવા માટે ઝડપ ઘટાડી શક્યા નહીં. જેના કારણે ટ્રેન બીજી લાઇન પર લગાવેલા બેરીકેડ્સ સાથે અથડાઈ અને એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા.







