સુરક્ષા દળોને મળી મોટી સફળતા: છત્તીસગઢમાં અથડામણમાં 12 નક્સલવાદીઓને ઠાર માર્યા
લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન હાથ

લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળોએ નક્સલવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં 18 નકસલીઓને ઠાર માર્યા છે. સાથે આ અથડામણમાં બે જવાન ઘાયલ થયા છે.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ જણાવ્યું કે, 'બીજાપુર જિલ્લાના ગંગાલુર વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. અત્યાર સુધીમાં 12 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. હું જવાનો અને વરિષ્ઠ અધિકારીઓને અભિનંદન આપું છું.'
ઘટનાસ્થળેથી વિસ્ફોટક સામગ્રી અને હથિયારો મળી આવ્યા
દક્ષિણ બસ્તરના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. એન્કાઉન્ટર ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી અને હથિયારો પણ મળી આવ્યા છે.'
અગાઉ 29 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ છત્તીસગઢના કાંકર જિલ્લાના માડ વિસ્તારમાં 29 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. જેમાં નક્સલવાદી નેતા શંકર રાવ પણ માર્યો ગયો હતો.








