મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

NASAના એસ્ટ્રોનોટે અંતરિક્ષમાંથી શેર કરી મહાકુંભની અદ્ભૂત તસવીર

મહાકુંભ મેળો એ એક મહત્ત્વપૂર્ણ હિંદુ તહેવાર છે, જે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ

NASAના એસ્ટ્રોનોટે અંતરિક્ષમાંથી શેર કરી મહાકુંભની અદ્ભૂત તસવીર

મહાકુંભ મેળો એ એક મહત્ત્વપૂર્ણ હિંદુ તહેવાર છે, જે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે દર 12 વર્ષે યોજાય છે. વિશ્વના સૌથી મોટા ધાર્મિક અને આધ્યાત્મિક મહા કુંભ મેળાને માત્ર જમીન પરથી જ નહીં પરંતુ અવકાશમાંથી કેવો દેખાય છે તેની તસવીરો કેદ કરવામાં આવી છે. ઈન્ટરનેશનલ સ્પેશ સેન્ટર (ISS) એ રવિવારે રાત્રે અવકાશમાંથી મહાકુંભની અદ્ભુત તસવીરો કેદ કરી છે. આ તસવીરોમાં મહાકુંભ મેળાનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. જેમાં ગંગા નદીના કિનારે વિશ્વનો સૌથી મોટો મહા કુંભ મેળો રોશનીથી ઝગમગી રહ્યો છે. આ તસવીરો ISS ના અવકાશયાત્રી ડોન પેટિટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવી છે.

તસવીરમાં મહા કુંભની ભવ્ય રોશની અને શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી 

તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, મહા કુંભ મેળાની ભવ્ય રોશની અને શ્રદ્ધાળુઓની વિશાળ ભીડ ગંગા નદીના કિનારાને એક અનોખા દૃશ્યમાં પરિવર્તિત થઈ રહી છે. અવકાશમાંથી લેવામાં આવેલી આ તસવીરો પૃથ્વી પરના આ ધાર્મિક પ્રસંગની ભવ્યતા દર્શાવે છે.

અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કર્યુ

મહાકુંભ મેળોએ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક કાર્યક્રમ છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં ડૂબકી લગાવીને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત કરે છે. એક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરીને આ સુખદ અને ધાર્મિક અનુભૂતિનો અનુભવ કર્યો છે, જ્યારે અહીંથી આવતા ચિત્રો જોઈને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ છે.

કોણે લીધો છે ફોટો 

અંતરિક્ષમાંથી લેવામાં આવેલી આ તસવીરો સમગ્ર વિશ્વનું ધ્યાન મહાકુંભ તરફ આકર્ષિત કરે છે. તસવીરો શેર કરતા ડોન પેટિટે લખ્યું કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પરથી લેવામાં આવેલી તસવીરોમાં 2025ના મહા કુંભ મેળાનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ગંગા નદીના કિનારે વિશ્વનો સૌથી મોટો માનવ મેળાવડો રોશનીથી ઝગમગી રહ્યો હતો.

આ સમાચાર શેર કરો