Video: દિલ્હી-એનસીઆરમાં નમો ભારત ટ્રેનનો વ્યાપ વધશે: નવા કોરિડોર માટે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી અપેક્ષિત

દિલ્હી-NCR ક્ષેત્રમાં લાખો મુસાફરોની દૈનિક મુસાફરીને સરળ બનાવવા માટે નમો ભારત હાઈ-સ્પીડ કનેક્ટિવિટીનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આગામી ૧૦-૧૫ વર્ષોમાં દિલ્હી સાથે મેરઠ, પાણીપત અને અલવર જેવા શહેરો ઝડપી પરિવહનથી જોડાશે….૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ પ્રણાલીને ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પ્રથમ તબક્કા અંતર્ગત દિલ્હી-પાણીપત અને દિલ્હી-અલવર જેવા નવા કોરિડોર માટે અંદાજે 65 હજાર કરોડના ખર્ચના પ્રોજેક્ટને પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડની મંજૂરી મળી ગઈ છે અને હવે ટૂંક સમયમાં કેન્દ્રીય મંત્રીમંડળની અંતિમ મંજૂરી મળવાની અપેક્ષા છે. આ યોજનાથી દૈનિક મુસાફરો અને વિદ્યાર્થીઓનો સમય બચશે.




