મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO:'મારો નાનો ભાઈ તોપ છે તોપ, મેં રોકી રાખ્યો છે નહીંતર'.. ઔવેસીએ અકબરુદ્દીનના ખુલ્લેઆમ કર્યા વખાણ

તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી ફર

VIDEO:'મારો નાનો ભાઈ તોપ છે તોપ, મેં રોકી રાખ્યો છે નહીંતર'.. ઔવેસીએ અકબરુદ્દીનના ખુલ્લેઆમ કર્યા વખાણ

તેલંગાણાની હૈદરાબાદ લોકસભા સીટના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસી ફરી એકવાર ચર્ચા છે. તાજેતરમાં ભાજપના લોકસભા ઉમેદવાર માધવી લતાના સમર્થનમાં મત માંગવા આવેલા અમરાવતીથી ભાજપના ઉમેદવાર નવનીત રાણાએ ઓવૈસી બંધુઓ પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે અકબરુદ્દીન ઓવૈસીના વિવાદાસ્પદ નિવેદન (પંદર મિનિટ) વિશે વાત કરતા ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું અને 15 સેકન્ડનો પડકાર આપ્યો હતો.


 અસદુદ્દીન ઓવૈસીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ નવનીત રાણાના નિવેદનનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે. ઓવૈસીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં નવનીત રાણાના નિવેદનનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે, શું હું ચિકન છું( મરઘીનું બચ્ચું)? મને કહો કે ક્યાં આવવું છે.

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે નાનકો (અકબરુદ્દીન ઓવૈસી) કોઈના બાપનું સાંભળવાનો નથી. જે તેને સમજાવી શકે છે તેનું નામ અસદુદ્દીન ઓવૈસી છે. જો હું એક દિવસ હું નાના ભાઈ કે કહી દઈશ કે હું આરામ કરું છું, તું સંભાળ, તું સંભાળ. તમને ખબર છે શું છે મારો નાનો ભાઈ? તોપ છે તોપ, સાલારનો દિકરો છે.

નવનીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાણાને એમ કહેતા સાંભળી શકાય છે કે, '15 સેકન્ડ માટે પોલીસને પાછી ખેંચો, ઓવૈસી ભાઈઓને ખબર નહીં પડે કે તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા.'
નવનીત રાણાએ કહ્યું, એક નાનો અને મોટો ભાઈ છે.

નાનો ભાઈ કહે છે કે પોલીસને 15 મિનિટ માટે જવા કહો, પછી અમે બતાવીશું કે અમે શું કરી શકીએ છીએ. હું નાના ભાઈને કહું છું કે તમને 15 મિનિટ લાગશે અને અમને માત્ર 15 સેકન્ડ લાગશે. પોલીસને 15 સેકન્ડ માટે હટાવી દેવામાં આવે તો નાના ભાઈ અને-મોટા ભાઈઓને ખબર  પણ નહીં પડે કે તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા  અમને માત્ર 15 સેકન્ડ લાગશે. રાણાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની કોમેન્ટનો વીડિયો પોસ્ટ કર્યો છે. અકબરુદ્દીન ઓવૈસી અને અસદુદ્દીન ઓવૈસીને પણ ટેગ કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો