Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mumbai/A major accident near Lalbagh Ganpati Pandal, two dead due to electrocution; several injured

Mumbai/ લાલબાગ ગણપતિ પંડાલ પાસે મોટી દુર્ઘટના, કરંટ લાગતાં બે લોકોના મોત; અનેક ઘાયલ

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Mumbai/ લાલબાગ ગણપતિ પંડાલ પાસે મોટી દુર્ઘટના, કરંટ લાગતાં બે લોકોના મોત; અનેક ઘાયલ
સોર્સ : gstv

મુંબઈના (Mumbai) લાલબાગ વિસ્તારમાં ગણપતિ ઉત્સવ (Ganpati Festival) દરમિયાન રવિવારે વહેલી સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ગણપતિ પંડાલ (Ganpati Pandal) પાસે વીજળીનો કરંટ લાગતાં (Electrocution) બે લોકોના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, લગભગ ચાર લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.

App Store

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના મુંબઈના કાલાચૌકી (Kalachowki) વિસ્તારમાં દત્તારામ લાડ માર્ગ પર આવેલા કાલાચૌકી વિભાગ સાર્વજનિક ઉત્સવ મંડળ (Public Festival Mandal) પાસે વહેલી સવારે આશરે 2:20 વાગ્યે બની હતી. તે સમયે લાલબાગ વિસ્તારમાં ગણપતિ ઉત્સવને કારણે મોટી સંખ્યામાં લોકોની ભીડ હતી.

ઘટનાની જાણ મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade - MFB)ને વહેલી સવારે 2:42 વાગ્યે કરવામાં આવી હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ, બેસ્ટ (BEST), ઈસ્ટ અને મ્યુનિસિપલ વોર્ડ ઓફિસના કર્મચારીઓ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, પાંચ ઈજાગ્રસ્તોને બાયકુલા સ્થિત મસીના હોસ્પિટલ (Masina Hospital)માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને પરેલ સ્થિત ગ્લોબલ હોસ્પિટલ (Global Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા.

મસીના હોસ્પિટલમાં લઈ જવાયેલી 8 વર્ષીય રાગની ઘનશ્યામ યાદવને તબીબોએ મૃત જાહેર કરી હતી. જ્યારે કિરણ અકબર નાઈક (19), તન્વી નરશ હાંડે (19), સાહિલ સંદીપ તારે (19) અને રૂહી સિંહ (12) સહિતના ઘાયલોની સારવાર ચાલી રહી હતી. તેમની સ્થિતિ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી હતી.

દરમિયાન, અધિકારીઓએ બીજી એક વ્યક્તિના મોતની પણ પુષ્ટિ કરી હતી. ગ્લોબલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી એક મહિલાનું પણ મોત થયું હોવાનું જણાવાયું છે. જોકે, મૃતક મહિલાની ઓળખ સહિતની વધુ વિગતો હજુ સામે આવી નથી.

ગણપતિ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પંડાલ અને આસપાસના વિસ્તારમાં એકત્રિત થયા હતા. આવી સ્થિતિમાં વીજળીના કરંટની આ ઘટનાથી સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉભા થયા છે. ઘટનાનું ચોક્કસ કારણ શું હતું અને વીજળીના વાયર અથવા અન્ય કોઈ ઇલેક્ટ્રિકલ સાધનમાંથી કરંટ લીકેજ થયો હતો કે કેમ તે અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

ઘટના બાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમોએ સ્થળ પર જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓ દ્વારા અકસ્માતની પરિસ્થિતિ અને વીજળી સંબંધિત વ્યવસ્થાની તપાસ કરવામાં આવી રહી છે