VIDEO: મુંબઈના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
સોર્સ : gstv
મુંબઈના લેમિંગ્ટન રોડ પર આવેલા સરસ્વતી ભવન ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આગને કારણે ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. ઘટનાના પગલે લેમિંગ્ટન રોડ પર લોકોની અવરજવર પર પણ અસર થઈ હતી. આગ કયા કારણોસર લાગી તે અંગેની માહિતી સામે આવી નથી. ભાજપના કોર્પોરેટર સની સનાપે ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.

