VIDEO: મુંબઈના કુર્લામાં ક્રેન ધારાશાહી: ૧૦થી વધુ ઈજાગ્રસ્ત
સોર્સ : gstv
મુંબઈના કુર્લા પૂર્વ વિસ્તારમાં આવેલા કુરૈશી નગરમાં મંગળવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો, જ્યાં અચાનક એક વિશાળ ક્રેન રહેણાંક મકાન પર તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને તુરંત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ક્રેન પડવાને કારણે મકાનનો મોટો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો અને આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મકાનના કાટમાળ નીચે અન્ય કોઈ દબાયેલું છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે. ક્રેન કયા કારણોસર તૂટી પડી તે અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

