Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Meghtandav across the country: Heavy rains in several states including Gujarat-Mumbai, high-alert as rivers overflow

VIDEO: દેશભરમાં મેઘતાંડવ / Gujarat-Mumbai સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ, નદીઓ ગાંડીતૂર થતાં હાઈ-એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુંબઈ અને ગુજરાત સહિત દેશભરમાં વરસાદે તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે. ઉજ્જૈન અને ઉત્તરાખંડમાં પણ અતિ ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની ગઈ છે. લોકોનું જનજીવન ઠપ થઇ ગયું છે જ્યારે અનેક રસ્તા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. મુંબઈમાં પણ ભૂસ્ખલન જેવી ઘટનાને પગલે હાઈવે બંધ થયો છે.

App Store

મહારાષ્ટ્રના પુણેમાં પણ મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. સતત પડી રહેલા વરસાદને કારણે પુણેના પૌડ રોડ વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રના ઉપરના વિસ્તારોમાં સતત પડી રહેલા ભારે વરસાદની સીધી અસર અલકનંદા નદી પર જોવા મળી રહી છે. નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે પ્રખ્યાત 'નમામિ ઘાટ' સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં જિલ્લા વહીવટીતંત્રે હાઈએલર્ટ જાહેર કર્યું છે અને લોકોને નદી કિનારાથી દૂર સુરક્ષિત સ્થળોએ રહેવા કડક સૂચના આપી છે.

બીજી બાજુ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સતત થઈ રહેલા વરસાદને કારણે પવિત્ર શિપ્રા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. નદીમાં પૂર આવવાને કારણે પ્રસિદ્ધ રામઘાટ નજીક ભારે જલભરાવ થયો છે અને કિનારા પર આવેલા અનેક નાના-મોટા મંદિરો પાણીમાં ડૂબી ગયા છે. પ્રશાસન દ્વારા લોકોને ઘાટ પર ન જવા અપીલ કરાઈ છે. તો ભારે વરસાદના કારણે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર 'મિસિંગ લિંક' સેક્શનમાં ખંડાલા એક્ઝિટ નજીક એક મોટું ભૂસ્ખલન થયુ છે. પહાડ પરથી મોટા પથ્થરો અને માટી રોડ પર આવી જતાં મુંબઈ તરફ જતો લેન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલમાં કાટમાળ હટાવીને રસ્તો ખુલ્લો કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.  મુંબઈના માંખુર્દના જનતા નગર વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં એક 'ગ્રાઉન્ડ પ્લસ થ્રી' (ત્રણ માળના) માળખામાં બે થી ત્રણ ઝૂંપડીઓ ધરાશાયી થઈ ગઈ છે. આ દુર્ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે જેને હોસ્પિટલ ખસેડાયો છે.