મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બાબા સિદ્દીકીની હત્યાને લઇને મુંબઇ પોલીસનો મોટો ખુલાસો, બે મહિનાથી ચાલતું હતું પ્લાનિંગ

NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યાને લઇને મુંબઇ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. બાબા સિદ્દીકીની હત્ય

બાબા સિદ્દીકીની હત્યાને લઇને મુંબઇ પોલીસનો મોટો ખુલાસો, બે મહિનાથી ચાલતું હતું પ્લાનિંગ

NCPના નેતા બાબા સિદ્દીકીની હત્યાને લઇને મુંબઇ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. બાબા સિદ્દીકીની હત્યા કરનાર બન્ને આરોપી હરિયાણા અને ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે. બે મહિનાથી તે મુંબઇમાં હતા અને બાબા સિદ્દીકી પર નજર રાખતા હતા.

બે મહિનાથી ચાલતું હતું હત્યાનું પ્લાનિંગ

બાબા સિદ્દીકીની હત્યાના બન્ને આરોપીઓના નામ કરનૈલ સિંહ જે હરિયાણાનો છે અને ધર્મરાજ કશ્યપ ઉત્તર પ્રદેશનો છે. આરોપીઓએ બાબા સિદ્દીકીના ઘર અને ઓફિસની રેકી કરી હતી, તે દોઢથી બે મહિનાથી મુંબઇમાં હતા અને તેમના પર નજર રાખતા હતા. ત્રીજા આરોપીની તપાસ ચાલી રહી છે. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની કેટલીક ટીમ આ ઘટનાની તપાસ કરી રહી છે.

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના સીનિયર અધિકારી ધરપકડ કરાયેલા બન્ને આરોપીની પૂછપરછ કરી રહ્યાં છે. આરોપીઓને આ કામ માટે પહેલાથી પૈસા આપવામાં આવ્યા હતા. કેટલાક દિવસ પહેલા જ તેમને હથિયારોની ડિલીવરી મળી હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છેલ્લા 8 કલાકથી આરોપીઓની પૂછપરછ કરી રહ્યાં છે.ત્રણ આરોપી રીક્ષામાં શૂટિંગ સ્પૉટ પર પહોંચ્યા હતા.

લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ સામેલ હોવાની આશંકા

સુત્રો અનુસાર, ઘટના પાછળ ગેન્ગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેન્ગ સામેલ હોવાની આશંકા છે. લોરેન્સ ગેન્ગનું નામ સામે આવ્યા બાદ એક્ટર સલમાન ખાનના બાંદ્રા સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પણ સિક્યુરિટી વધારી દેવામાં આવી છે. પોલીસની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઇ ગેન્ગે સલમાન ખાનના ઘરની બહાર 14 એપ્રિલે ફાયરિંગ કર્યું હતું.

શૂટર્સે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાબા સિદ્દીકીને ત્રણ ગોળી લાગી હતી. મુંબઇના બાંદ્રાના ખેરવાડી સિગ્નલ પાસે શનિવાર રાત્રે 9.30 વાગ્યે બાબા સિદ્દીકી પોતાના પુત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીની ઓફિસની બહાર નીકળ્યા હતા ત્યારે એક રીક્ષામાંથી ત્રણ શૂટર બહાર આવ્યા હતા અને ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્રણેયે મોઢા પર રૂમાલ બાંધેલો હતો.

બાબા સિદ્દીકીને 3 ગોળી લાગી હતી. 2 ગોળી તેમના પેટ અને એક ગોળી છાતીમાં લાગી હતી. બે ગોળી તેમની કાર પર પણ લાગી હતી. બાબા સાથે રહેલા વ્યક્તિના પગમાં પણ એક ગોળી લાગી હતી. બાબા સિદ્દીકીને તરત જ લીલાવતી હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ મોડી રાત્રે 11.27 વાગ્યે મૃત જાહેર કર્યા હતા.

આ સમાચાર શેર કરો