મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુંબઈ પોલીસને PM મોદીને મારી નાખવાની ધમકીનો મળ્યો મેસેજ, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખ

મુંબઈ પોલીસને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતો સંદેશ મળ્યો હતો, એમ એક અ

મુંબઈ પોલીસને PM મોદીને મારી નાખવાની ધમકીનો મળ્યો મેસેજ, બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખ

મુંબઈ પોલીસને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપતો સંદેશ મળ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

એક અધિકારીએ જણાવ્યું હતું કે જે નંબર પરથી મેસેજ મોકલવામાં આવ્યો હતો તે રાજસ્થાનના અજમેરમાં ટ્રેસ કરવામાં આવ્યો હતો અને શંકાસ્પદને પકડવા માટે પોલીસ ટીમને તાત્કાલિક ત્યાં મોકલવામાં આવી હતી.

તેમણે કહ્યું કે ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન પર વહેલી સવારે મળેલા આ વોટ્સએપ મેસેજમાં બે આઈએસઆઈ એજન્ટ પીએમ મોદીને નિશાન બનાવી બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અધિકારીએ કહ્યું કે તપાસકર્તાઓને શંકા છે કે મેસેજ મોકલનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હતો અથવા દારૂના નશામાં હતો, પરંતુ વધુ તપાસ ચાલી રહી છે. ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈનને ભૂતકાળમાં ઘણી વખત નકલી ધમકીભર્યા સંદેશા મળ્યા છે.

આ સમાચાર શેર કરો