મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં  મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી મિહિર શાહની વિરારથી ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં  મુખ્ય આરોપી મિહિર શાહની ધરપકડ

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી મિહિર શાહની વિરારથી ધરપકડ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, મુંબઈના વરલી વિસ્તારના એટ્રિયા મોલ પાસે રવિવારે વહેલી સવારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું.

રવિવારે વહેલી સવારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો

મુંબઈના વરલી વિસ્તારના એટ્રિયા મોલ પાસે રવિવારે વહેલી સવારે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો હતો, જેમાં એક મહિલાનું મોત થયું હતું. વરલીના કોલીવાડામાં રહેતા માછીમાર પતિ-પત્ની પ્રદીપ નાખ્વા અને કાવેરી નાખ્વા માછલી લેવા માટે સસૂન ડોક ગયા હતા. માછલીઓથી ભરેલા તેના સ્કૂટર સાથે પરત ફરતી વખતે તેને એક BMW કારે પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઘાયલ કાવેરીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

અકસ્માત બાદ મિહિર હતો ફરાર 

વરલી પોલીસના જણાવ્યું મુજબ પતિ-પત્નીના સ્કૂટરને ટક્કર મારનાર BMW કારને મિહિર શાહ નામનો યુવક ચલાવી રહ્યો હતો. મિહિરના પિતા રાજેશ શાહ પાલઘર જિલ્લામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના અધિકારી છે. મિહિરની બાજુની સીટ પર બીજો એક વ્યક્તિ બેઠો હતો, જે કદાચ તેનો ડ્રાઈવર હતો. અકસ્માત બાદ મિહિર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્કૂટરને ટક્કર મારનાર કાર રાજેશ શાહના નામે રજીસ્ટર્ડ છે.અધિકારીઓ અનુસાર, મિહિર શાહ દેશ છોડીને ભાગવાની શક્યતાઓ હોવાથી મુંબઈ પોલીસે રવિવારે સાંજે તેની વિરુદ્ધ લૂક આઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કર્યું હતું. આરોપીની શોધખોળ માટે છ ટીમો બનાવવામાં આવી હતી. 

આ સમાચાર શેર કરો