મુખ્તાર અંસારીના પુત્રએ ગુમાવ્યું ધારાસભ્ય પદ, હેટ સ્પીચ કેસમાં કોર્ટે ફટકારી 2 વર્ષની સજા

ઉત્તર પ્રદેશના મઉમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ કેસમાં સુભાસપાના ધારાસભ્ય અબ્બાસ અંસારીને કોર્ટે દોષ

મુખ્તાર અંસારીના પુત્રએ ગુમાવ્યું ધારાસભ્ય પદ, હેટ સ્પીચ કેસમાં કોર્ટે ફટકારી 2 વર્ષની સજા

ઉત્તર પ્રદેશના મઉમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ કેસમાં સુભાસપાના ધારાસભ્ય અબ્બાસ અંસારીને કોર્ટે દોષી ઠેરવતા બે વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ ફટકાર્યો છે. આ સાથે જ અબ્બાસ અંસારીએ ધારાસભ્ય પદ પણ ગુમાવ્યું છે.

કઈ કલમ હેઠળ દાખલ થયો હતો કેસ?

જાહેરાત

અબ્બાસ અંસારી પર IPCની 6 કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં કલમ 506, કલમ 171F, કલમ 189, કલમ 153A, કલમ 120Bનો સમાવેશ થાય છે. આ કલમો હેઠળ નોંધાયેલા કેસની સુનાવણી મઉ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) ડૉ. કેપી સિંહની કોર્ટમાં ચાલી રહી હતી, જેમણે હવે અબ્બાસ અંસારીને ગુનેગાર ઠેરવ્યા છે. આ કેસ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અબ્બાસ અંસારી માત્ર પૂર્વ બાહુબલી સાંસદ મુખ્તાર અંસારીના પુત્ર જ નથી, પરંતુ હાલમાં મઉ બેઠકના ધારાસભ્ય પણ છે.

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, આ મામલો 3 માર્ચ, 2022નો છે. જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન અબ્બાસ અંસારીએ મઉના પહાડપુર મેદાનમાં આયોજિત એક જનસભામાં સરકાર બનવા પર અધિકારીઓને જોઈ લેવાની ધમકી આપી હતી. આ ભડકાઉ નિવેદનને લઈને વિરોધ થયો હતો અને મઉ કોતવાલીના તત્કાલિન સબ-ઇન્સ્પેક્ટર ગંગારામ બંદેએ તેમની સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત