Video: લિસ્ટિંગ સેરેમનીમાં ભાવુક થયા મુકેશ અંબાણી

જિયો પ્લેટફોર્મ્સની શેરબજારમાં આઈપીઓ લિસ્ટિંગ સેરેમની દરમિયાન મુકેશ અંબાણી ભાવુક થયા હતા. અનંત અંબાણીએ સ્પીચ આપી હતી અને તેમના શબ્દો સાંભળી પિતા મુકેશ અંબાણી ભાવુક થયા હતા. અનંત અંબાણીએ પોતાના ભાષણમાં કહ્યું કે આજે તેમના માટે સૌથી મહત્વનો શબ્દ કૃતજ્ઞતા છે. તેમણે કહ્યું આજે એક્સચેન્જમાં વાગનારી ઘંટડી મારા માટે મંદિરની ઘંટડી જેવી હશે. મારા માટે વ્યવસાય પૂજા છે અને દરેક પૂજાનો અંત પ્રસાદથી થાય છે. તેમના આ નિવેદને કાર્યક્રમને ભાવુક ક્ષણ આપી. ભાષણ દરમિયાન મુકેશ અંબાણી ભાવુક થતા જોવા મળ્યા. આ ક્ષણ પિતા અને પુત્રના સંબંધની સાથે તે લાંબી સફરની પણ યાદ અપાવે છે, જેમાં જિયોએ દેશના ડિજિટલ બજારમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.






