મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

POKમાં ભારત સાથે જોડાવાની ચળવળે જોર પકડ્યું, પાકિસ્તાન સામે સ્થાનિકોનો બળવો

પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીર એટલે કે PoKમાં જનતા પોતાના અધિકારો માટે આંદોલન કરી રહી છે. નાગરિકોએ પાકિસ્તાન

POKમાં ભારત સાથે જોડાવાની ચળવળે જોર પકડ્યું, પાકિસ્તાન સામે સ્થાનિકોનો બળવો

પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીર એટલે કે PoKમાં જનતા પોતાના અધિકારો માટે આંદોલન કરી રહી છે. નાગરિકોએ પાકિસ્તાન પોલીસ, પાકિસ્તાન રેન્જર્સ (બોર્ડર પોલીસ) અને સત્તાવાળાઓ દ્વારા થઇ રહેલી ક્રૂરતા તેમજ મોંઘવારી, ગરીબી સહિતના મુદ્દે પાકિસ્તાન સામે બળવો કરી દીધો છે. PoKમાં સ્થિતિ કાબુ બહાર જતી રહી છે. અગાઉ બે નાગરિકો માર્યા ગયા હતા ત્યારે હવે વિફરેલા ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. જેમાં એક પોલીસ કર્મીનું મોત નિપજ્યું હતું જ્યારે 100થી વઘુ ઘવાયા છે. સ્થાનિકો પાકિસ્તાનમાંથી મુક્ત થઇ ભારત સાથે વિલયની માગણી પણ કરવા લાગ્યા છે.

મુઝફ્ફરાબાદ અને રાવલકોટમાં સ્થાનિક લોકોની સત્તાવાળાઓ સાથે થયેલી ઝપાઝપી તેની સાક્ષી પુરે છે કે પાક.સૈન્ય અને પોલીસના હાથમાંથી સ્થિતિ સરકી રહી છે. રાવલકોટમાં તો ભારત સાથેનાં વિલયની માગણી કરતાં પોસ્ટરો પણ લાગ્યાં છે. સ્થાનિકોમાં રોષ એટલો વધી ગયો છે કે તેઓ હવે પોલીસ અને સૈન્ય પર હુમલા કરવા લાગ્યા છે. ઘાટીમાં સૈનિકોને ઘેરીને લોકોએ ધક્કો મારી નીચે પણ ફેંકી દીધા હોવાના વીડિયો સામે આવ્યા છે.

મોંઘવારી-બેકારીને લઇને રસ્તા પર ઉતર્યા લોકો

PoKમાં મોંઘવૈારી, બેકારી, ભારે કર, અનાજની ખેંચ અને પીઓકેમાં ઉત્પન્ન થતી જલવિદ્યુત સ્થાનિકોને આપવાને બદલે સીધી પાકિસ્તાનમાં જ પહોંચાડવામાં આવે છે, તેથી ત્યાંની જનતાને અત્યંત ગુસ્સો આવ્યો છે છતાં તેઓ તે સામે શાંત પ્રદર્શન કરી રહ્યાં હતા. તે સમયે પાકિસ્તાન પોલીસ અને રેન્જર્સે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ ટીયરગેસને લીધે રાવલકોટમાં બે બાળકીઓનાં મૃત્યુ થયાં હતા. આથી પાકિસ્તાનના કબ્જા નીચેના કાશ્મીરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી હતી અને ઠેર ઠેર હિંસા ફાટી નીકળી હતી.ટીયરગેસના સેલ વાગવાને લીધે બે બાળકીઓનાં થયેલા નિધન પછી પરિસ્થિતિ હાથ બહાર ગઇ છે.

આ સમાચાર શેર કરો