Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Mother who went to Ladakh with son mysteriously goes missing from last village in Kargil!

દીકરા સાથે લદ્દાખ ગયેલી માતા કારગિલના છેલ્લા ગામમાંથી રહસ્યમય રીતે ગુમ! સર્ચ ઓપરેશન ચાલુ

Timeછેલ્લું અપડેટ : 17 May 2025
લાઇવ ટીવીGoogle News
દીકરા સાથે લદ્દાખ ગયેલી માતા કારગિલના છેલ્લા ગામમાંથી રહસ્યમય રીતે ગુમ! સર્ચ ઓપરેશન ચાલુ

નાગપુરની એક મહિલા પોતાના 15 વર્ષીય દીકરા સાથે લદ્દાખની યાત્રા પર ગઈ હતી, તે કારગિલના છેવાડાના ગામ હુંદરબનમાંથી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ છે. આ ગામ પાકિસ્તાનની સરહદે આવેલી નિયંત્રણ રેખા (LOC) થી થોડા કિલોમીટર દૂર છે. 14 મેના રોજ સવારે મહિલા એકલી બહાર ગઈ હતી, તેના 15 વર્ષના દીકરાને હોટલમાં જ મૂકીને ગઈ હતી. અને પાછી આવી નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલા સંઘર્ષ અને 10 મેના રોજ જાહેર કરાયેલા યુદ્ધવિરામ પછી આ ઘટના પ્રકાશમાં આવી છે, જેનાથી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે.

App Store

બંને સરહદી વિસ્તારોમાં ફરતા હતા
રાત સુધી મહિલાને પાછી નહિ ફરતા જ્યારે હોટલ સ્ટાફે પોલીસને જાણ કરી. કારગિલના એએસપી નીતિન યાદવે જણાવ્યું હતું કે મહિલા 9 મેના રોજ તેના પુત્ર સાથે કારગિલ પહોંચી હતી અને બંને સ્થાનિક હોટલમાં રોકાયા હતા. પૂછપરછ દરમિયાન, પુત્રએ જણાવ્યું કે તે અને તેની માતા છેલ્લા કેટલાક દિવસોથી સરહદ નજીકના વિસ્તારોમાં મુસાફરી કરી રહ્યા હતા અને આ પહેલા પણ પંજાબના સરહદી વિસ્તારોની મુલાકાત લઈ ચૂક્યા છે.

બીજા અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે મહિલાને શોધવા માટે એક ખાસ શોધ ટીમની રચના કરી છે."  હાલમાં અમારી પાસે કોઈ માહિતી નથી. જોકે, નિયંત્રણ રેખા નજીકના છેલ્લા ગામમાંથી તેના ગુમ થવાથી અમને ચિંતા થાય છે. અમે હાલમાં શોધખોળ હાથ ધરી રહ્યા છીએ." 

10 વર્ષ પહેલા જ પતિથી થઈ હતી અલગ
મહિલાના સંબંધીઓ કારગિલ પોલીસના સંપર્કમાં છે અને તેમને તેના વિશે કેટલીક મૂળભૂત માહિતી આપી છે. તેના પરિવારે અમને જણાવ્યું કે તે અને તેનો પતિ લગભગ દસ વર્ષ પહેલાં અલગ થઈ ગયા હતા. તેણીએ અગાઉ નાગપુર અને મુંબઈની ખાનગી હોસ્પિટલોમાં નર્સ તરીકે કામ કર્યું હતું. તેમણે થોડા વર્ષો સુધી દરજી તરીકે પણ કામ કર્યું. હવે તેની બે બહેનો તે વ્યવસાયનું સંચાલન કરે છે.

અધિકારીએ જણાવ્યું કે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના અધિકારીઓ કાયદા મુજબ પુત્રની કસ્ટડી લેવા માટે કારગિલ આવ્યા હતા. "જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેઓ આગામી થોડા દિવસોમાં તેને તેના સંબંધીઓને સોંપી દેશે. અમે છોકરાની વધુ પૂછપરછ કરી શકતા નથી કારણ કે તે હાલમાં માનસિક આઘાતમાંથી પસાર થઈ રહ્યો છે. તે ઠીક છે અને હાલમાં અમારી સાથે છે."