મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

પુત્ર માટે ચાલુ ટ્રેને માતાએ કૂદી જઈને જીવ જોખમમાં મુક્યો, ભાઈએ ફોટો પોસ્ટ કરીને 3AC કોચની સત્યતા બતાવી

ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો લોકો યાત્રા કરે છે. આ સફર દરમિયાન તેમને અનેક પરેશાનીઓનો પણ સામ

પુત્ર માટે ચાલુ ટ્રેને માતાએ કૂદી જઈને જીવ જોખમમાં મુક્યો, ભાઈએ ફોટો પોસ્ટ કરીને 3AC કોચની સત્યતા બતાવી

ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો લોકો યાત્રા કરે છે. આ સફર દરમિયાન તેમને અનેક પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે. તાજેતરમાં એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરતા ટ્રેનની સમસ્યા વિશે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, મારી બહેને ચાલુ ટ્રેનમાંથી કૂદી જવું પડ્યું કારણ કે, તેમનું બાળક સ્ટેશન પર જ છૂટી ગયું હતું. ટ્રેનમાં એટલી ભીડ હતી કે, મારી બહેનને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને તેમને ટ્રેનમાં ચઢવું મુશ્કેલ થઈ ગયુ હતું. બહેન તો ટ્રેનમાં ચઢી ગઈ પરંતુ તેનું બાળક સ્ટેશન પર જ રહી ગયું. આ વ્યક્તિએ લખ્યું કે, આ ઘટના થર્ડ AC કોચમાં બની. આ પોસ્ટમાં તેમણે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે મંત્રાલયને પણ ટેગ કર્યા છે.

મારી બહેને ચાલુ ટ્રેનમાંથી કૂદવું પડ્યું

રચિત જૈન નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પોસ્ટ કરી છે. તેમણે એન્ટ્રી ગેટની તસવીર પણ શેર કરી છે. હવે તેમની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. લોકો તેમની પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. રજિત જૈને લખ્યું કે, પોતાના બાળકને પાછું લેવા માટે મારી બહેને ટ્રેનમાંથી કૂદી જવું પડ્યું કારણ કે, તેમની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. આ દરમિયા તેમને ઈજા પણ પહોંચી છે. આ ચિંતાજનક બાબત છે. આરામદાયક મુસાફરી માટે પૈસા ચૂકવનાર યાત્રીઓને આવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ મળવી પણ સામેલ છે. 

રચિતે આગળ લખ્યું કે, ટિકિટ વગરના અનધિકૃત યાત્રી પણ ટ્રેનની અંદર હતા જેના કારણે પરિસ્થિતિ વણસી ગઈ હતી. આવી પરિસ્થિતિનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે કૃપા કરીને રેલવે પોલીસ અથવા ટિકિટ ચેકરની વ્યવસ્થા કરવામાં આવે. યાત્રીઓની સુરક્ષિત અને આરામદાયક મુસાફરી માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે.

આ પોસ્ટ 13 એપ્રિલના રોજ પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ આ જ પોસ્ટના થ્રેડમાં રચિતે બીજી પણ અન્ય પોસ્ટ કરી છે. તેમાં તેમણે રેલવેની અનેક સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું. 

આ સમાચાર શેર કરો