મા-દીકરાએ ભેગા મળી પતિને ઉતાર્યો મોતને ઘાટ, કારણ જાણી ચોંકી જશો
મહારાષ્ટ્રના સાંગલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 1 કરોડ રૂપિયાના વીમાના પૈસા મેળવવા પત્નીએ તેના પુત્ર સ

મહારાષ્ટ્રના સાંગલીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 1 કરોડ રૂપિયાના વીમાના પૈસા મેળવવા પત્નીએ તેના પુત્ર સાથે મળીને પતિની હત્યા કરી નાંખી. માતા અને પુત્ર બંનેએ મૃત્યુને અકસ્માત ગણાવવાની કોશિશ કરી હતી. પરંતુ પોલીસે બંનેની પોલ ખોલી ધરપકડ કરી હતી.
શું છે આખો મામલો?
પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આરોપીઓની ઓળખ વનિતા બાબુરાવ પાટિલ, તેનો પુત્ર તેજસ બાબુરાવ પાટિલ અને તેનો મિત્ર ભીમરાવ ગણપતરાવ હલવાન તરીકે થઈ છે. પોલીસે 1 માર્ચે સાંગલીથી આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રથમ માતા અને પુત્રે ભેગા મળી દેવા હેઠળ દબાયેલા ખેડૂત પિતા બાબુરાવ પાટિલ (56) ને આત્મહત્યા કરવા મજબૂર કર્યા. જ્યારે તે સંમત ન થયો તો તેને મારી નાંખ્યો. આ હત્યા 10 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે 2થી ૩ વાગ્યાની વચ્ચે મિરાજ-પંઢરપુર હાઇવે પર લાંડેવાડી નજીક થઈ હતી.
બાબુરાવ પાટિલનો મૃતદેહ હોટલ આર્યા પાસે મળી આવ્યો હતો અને તેમના ભાઈ સાગર પાટિલ તેમને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં શરૂઆતમાં તેને અકસ્માત માનીને ADR દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસને માતા અને પુત્રના નિવેદનો પર શંકા જતા બંનેના મોબાઈલ લોકેશન શોધી કાઢ્યા. બંનેએ પોલીસને જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે તેઓ કરાડમાં હતા પરંતુ મોબાઇલ લોકેશનના આધારે તેમનું નિવેદન ખોટું નીકળ્યું.
પોલીસ પૂછપરછ દરમિયાન માતા અને પુત્ર બંનેએ પોતાનો ગુનો કબૂલ કર્યો અને જણાવ્યું કે પાટીલ પર લગભગ 50 લાખ રૂપિયાનું દેવું હતું, જેના કારણે લોકો નિયમિતપણે તેમના ઘરે પૈસા માંગવા આવતા હતા અને જ્યારે બેંક તરફથી ઘર હરાજી માટે નોટિસ આવી ત્યારે તેઓએ બાબુરાવ પાટીલને આત્મહત્યા કરવા માટે ઉશ્કેર્યા. પરંતુ જ્યારે આવું ન થયું, ત્યારે બંને (પત્ની અને પુત્ર) એ એક સાથી સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું.





