મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

2 લાખથી વધુ લોકોએ ભારત છોડીને સ્વીકાર્યું વિદેશી નાગરિકત્વ, રાજ્યસભામાં રજૂ કર્યા 5 વર્ષના આંક

ભારતીય નાગરિકત્વ છોડનારા નાગરિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી દર

2 લાખથી વધુ લોકોએ ભારત છોડીને સ્વીકાર્યું વિદેશી નાગરિકત્વ, રાજ્યસભામાં રજૂ કર્યા 5 વર્ષના આંક

ભારતીય નાગરિકત્વ છોડનારા નાગરિકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી દર વર્ષે 2 લાખથી વધુ  લોકો સ્થળાંતર કરીને વિદેશી નાગરિકત્વ સ્વિકારી રહ્યા છે. ગયા વર્ષે 2.19 લાખ ભારતીયોએ ભારતીય નાગરિકત્વ છોડયુ હતુ, એમ સરકારે રાજ્યસભામાં ગુરુવારે જણાવ્યું હતું.

બે વર્ષથી બે લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું 

રાજ્યસભામાં વિદેશરાજ્યપ્રધાન કીર્તિવર્ધનસિંઘે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેટલા ભારતીય નાગરિકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું હતું તેના જવાબમાં આ વાત જણાવી હતી. 2023 પહેલા 2022માં 2.25 લાખ, 2021માં 1.63 લાખ, 2020માં 85,256, 2019માં 1.44 લાખ ભારતીય નાગરિકોએ ભારતીય નાગરિકત્વ છોડાયું હતું. આમ છેલ્લા ચાર વર્ષમાં લગભગ સાડા ચાર લાખ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું. જ્યારે છેલ્લા બે વર્ષથી બે લાખ કરતાં વધુ લોકો ભારતીય નાગરિકત્વ છોડી રહ્યા છે.

ભારતીય નાગરિકત્વ છોડવા બાબતે રાઘવ ચઢ્ઢાએ કર્યા સવાલ 

આપના સભ્ય રાઘવ ચઢ્ઢાએ સરકારને સવાલ પૂછ્યો હતો કે સરકાર આટલા મોટાપાયા પર ભારતીય નાગરિકો દેશ છોડી રહ્યા છે તેની પાછળના કારણો શોધવા કયા પગલાં લઈ રહી છે અને આ ઉપરાંત ભારતીય નાગરિકત્વની સ્વીકાર્યતા આટલી ઓછી કેમ છે તેનું કારણ તેમણે શોધ્યું છે ખરુ. જો તે શોધ્યું હોય તો તેની વિગાતો આપવામાં આવે. સરકાર આ બ્રેઈન ડ્રેઈનને રોકવા માટે કયા પ્રયત્નો કરી રહી છે તેની વિગતો પણ તેમણે જાણવા માંગી હતી.
 
જણાવી દઈએ કે ભારતના બંધારણ મુજબ એકલ નાગરિકતાની વ્યવસ્થા છે. આનો અર્થ એ છે કે ભારતીય નાગરિક એક સમયે માત્ર એક જ દેશનો નાગરિક બની શકે છે. મતલબ કે જો તે વ્યક્તિ અન્ય કોઈ દેશની નાગરિકતા લેશે તો તેની ભારતીય નાગરિકતા આપોઆપ જતી રહેશે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, લોકો ઉત્તમ રોજગાર અને રહન સહન માટે અન્ય દેશમાં સ્થળાંતર કરે છે કે ત્યાંની નાગરિકતા સ્વીકારી લે છે. ગ્લોબલ વેલ્થ માઈગ્રેશન રિવ્યુ, 2020 મુજબ, લોકો વધુ સારી જીવનશૈલી માટે નવા દેશની નાગરિકતા સ્વીકારી લે છે. આ સાથે દેશમાં વધતા ક્રાઇમ રેટ અથવા બિઝનેસની તકોના અભાવને કારણે પણ લોકો વિદેશમાં વસવાટ કરી રહ્યા છે.  

આ સમાચાર શેર કરો