મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહારાષ્ટ્રની રાજનીતિને લઇને મોટા સમાચાર, શરદ પવારના સંપર્કમાં અજિત જૂથના 15થી વધુ ધારાસભ્યો

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થવાની સાથે જ હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને મોટો

મહારાષ્ટ્રની રાજનીતિને લઇને મોટા સમાચાર, શરદ પવારના સંપર્કમાં અજિત જૂથના 15થી વધુ ધારાસભ્યો

લોકસભા ચૂંટણી 2024ના પરિણામ જાહેર થવાની સાથે જ હવે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને મોટો ઝટકો લાગવાની શક્યતા છે. 10થી વધુ NCPના ધારાસભ્ય શરદ પવારના સંપર્કમાં છે. જોકે, અત્યાર સુધી ઓફિશિયલ રીતે કઇ કહેવામાં આવ્યું નથી. સીનિયર પવારની આગેવાની ધરાવતી NCPને 8 લોકસભા બેઠક પર જીત મળી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શરદ પવારના પૌત્ર અને કરજત-જામખેડના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું હતું, 'અજિત પવાર કેમ્પના 18થી 19 ધારાસભ્ય પાર્ટીમાં પરત આવવાનો રસ દાખવી રહ્યાં છે પરંતુ જે લોકો મુશ્કેલ સમયમાં શરદ પવાર સાથે ઉભા રહ્યાં, તે લોકો તેમના માટે સૌથી વધુ જરૂરી છે અને પાર્ટીની પ્રાથમિકતા રહેશે.'

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલનું કહેવું છે કે આવા ધારાસભ્યોને પરત લાવવાનો નિર્ણય શરદ પવાર જ લેશે.

જયંત પાટિલે કહ્યું, "લોકસભા પરિણામ મંગળવારે આવી ચુક્યા છે અને કેટલાક લોકોએ પોતાના નિર્ણય વિશે વિચારવાનું શરૂ કરી દીધુ છે. જોકે, અમે અત્યાર સુધી કોઇ વિચાર કર્યો નથી. પાર્ટી શરદ પવાર સાથે ચર્ચા કર્યા બાદ કોઇ નિર્ણય લેશે.' ખાસ વાત છે કે લોકસભા ચૂંટણીમાં અજિત પવારના ખાતામાં માત્ર એક જ બેઠક આવી છે.

શું છે કારણ?

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. સાથે જ શરદ પવાર કેમ્પની ટિકિટ પર નીલિશ લાંકે અને બજરંગ સોનવાને અહમદનગર અને બીડ લોકસભા બેઠક પરથી જીત્યા છે. હવે ખાસ વાત છે કે લાંકે અને સોનવાને બન્ને નેતાઓએ ટિકિટ વિતરણ દરમિયાન અજિત પવાર છોડીને શરદ પવાર સાથે જવાનો નિર્ણય કર્યો હતો.

આ સમાચાર શેર કરો