Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Moosewala-Hologram-Tour

Sidhu Moosewala World Tour: સિદ્ધુ મૂસેવાલા ફરી સ્ટેજ ગજવશે: હોલોગ્રામ ટેક્નોલૉજીથી જીવંત થશે સિંગર, 8 દેશોમાં યોજાશે વર્લ્ડ ટૂર

Timeછેલ્લું અપડેટ : 20 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Sidhu Moosewala World Tour: સિદ્ધુ મૂસેવાલા ફરી સ્ટેજ ગજવશે: હોલોગ્રામ ટેક્નોલૉજીથી જીવંત થશે સિંગર, 8 દેશોમાં યોજાશે વર્લ્ડ ટૂર
સોર્સ : Instagram

Sidhu Moosewala World Tour:  પોપ્યુલર સિંગર શુભદીપ સિંહ જે સિદ્ધૂ મૂસેવાલાના નામથી જાણીતો છે તેની વર્લ્ડ ટૂર થઈ રહી છે. આ ટૂર એટલાં માટે લોકોમાં કૂતુહલ જમા કરી રહી છે કારણ કે સિદ્ધૂ મૂસેવાલાના મૃત્યુ બાદ આ ટૂર કરવામાં આવી રહી છે. આ ટૂર માટે હોલોગ્રામ ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવશે.

App Store

સાઈન્ડ ટૂ ગોડ વર્લ્ડ ટૂરના નામથી આ ટૂરને પ્રમોટ કરવામાં આવી રહી છે. આ માટે ટીઝર પણ લોન્ચ કરવામાં આવ્યું છે અને ઈન્ટરનેટ પર એ ખૂબ જ વાયરલ પણ થઈ ગયું છે. સિદ્ધુ મૂસેવાલાનું મૃત્યુ 2022માં થયું હતું. આથી હવે સ્ટેજ પર હોલોગ્રામ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સિદ્ધુ મૂસેવાલાની સ્ટેજ પ્રેઝન્ટ તૈયાર કરવામાં આવશે. આ ટેક્નોલૉજીની મદદથી હાજર ફેન્સને એવો અહેસાસ થશે કે સિદ્ધુ મૂસેવાલા પોતે સ્ટેજ પર લાઇવ પર્ફોર્મન્સ આપી રહ્યો છે.

પહેલીવાર નથી થઈ રહ્યો આવો કોન્સર્ટ
હોલોગ્રામ ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને પહેલી વાર કોઈ લાઇવ કોન્સર્ટ કરવામાં નથી આવી રહ્યો. આ પહેલાં પણ ઘણી સેલિબ્રિટીઝના લાઇવ શો કરવામાં આવ્યાં છે. એમાં ટુપૈક શકૂર, વ્હિટની હ્યૂસ્ટન, માઇકલ જેક્સન, રોય ઓર્બિસન અને ફ્રેન્ક ઝેપ્પા જેવી ઘણી વ્યક્તિઓ એમાં સામેલ છે.

હોલોગ્રામ ટેક્નોલૉજી કેવી રીતે કામ કરે છે?
આર્કાઈવ ફૂટેજ, CGI, મોશન કેપ્ચર અને ક્લાસિક પેપર્સ ઘોસ્ટ ઈલ્યુઝન ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને સિદ્ધુ મૂસેવાલાની રિયલ લાઇફ 3D ઈમેજ તૈયાર કરવામાં આવશે. લાઇટિંગ, સિંક્રોનાઇઝ્ડ ઇફેક્ટ્સ અને સ્પેશિયલ ઓડિયોની મદદથી લોકોને કોન્સર્ટ જેવો અહેસાસ આપવામાં આવશે. આ તમામ ટેક્નોલોજીની મદદથી ત્યાં હાજર દરેકને સિદ્ધુ મૂસેવાલા રિયલમાં હાજર છે અને તેના ચાહકો સામે પર્ફોર્મ કરી રહ્યો છે એવું લાગશે.

હોલોગ્રામમાં આ રીતે તૈયાર થાય છે ઓબ્જેક્ટ
હોલોગ્રામ ટેક્નોલૉજીમાં લેઝર બીમ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. લેઝર લાઇટને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. પહેલી લાઈટ રેફરન્સ બીમ છે. બીજી ઓબ્જેક્ટ બીમ હોય છે. બન્ને લાઇટ મળીને એક પેટર્ન તૈયાર કરે છે. આ પેટર્ન રેકોર્ડ કરવામાં આવે છે અને એને જ હોલોગ્રામ કહેવામાં આવે છે. આ પેટર્નને કોન્સર્ટ દરમિયાન ફરી લાઇવ કરવામાં આવે છે. ત્યાર બાદ લોકોની સામે એક 3D મોડલ તૈયાર થઈ જાય છે.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પોસ્ટ થયું ટીઝર
સિદ્ધૂ મૂસેવાલાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ટીઝર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ દ્વારા વર્લ્ડ ટૂરની જાણકારી આપવામાં આવી છે અને એમાં સિદ્ધૂ મૂસેવાલાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂરને ઈન્ડિયા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યૂકે, પાકિસ્તાન સહિત 8 દેશોમાં કરવામાં આવશે. એને લઈને એક આર્ટિફિશિયલ પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે 3D શો દ્વારા આ કોન્સર્ટને ખૂબ જ લાઇવલી બનાવવામાં આવશે.

સિદ્ધુ મૂસેવાલાનું મૃત્યુ ખૂબ જ ચર્ચામાં હતું
સિદ્ધુ મૂસેવાલાની 2022ની 29મે મર્ડર કરવામાં આવ્યું હતું. તેનું મૃત્યુ પંજાબમાં થયું હતું, પરંતુ દુનિયાભરમાં એ ચર્ચાનો વિષય બન્યો હતો. તેના મૃત્યુ પછી પણ તેના ગીતો પોપ્યુલર છે. આ કોન્સર્ટ ટેક્નોલૉજી માટેનું ઉદાહરણ છે. આ કોન્સર્ટ દ્વારા દુનિયાભરના ચાહકો માટે સિદ્ધુ મૂસેવાલાના અવાજને જીવંત રાખવાની કોશિશ કરવામાં આવી છે.