Loksabha Election 2024: RSSના વડા મોહન ભાગવતનું અનામતને લઇને મોટું નિવેદન, જાણો શું કહ્યું?
RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે, સંઘ પરિવારે ક્યારેય પણ કેટલાક ગ્રુપને આપવામાં આવેલા અનામતનો વિરોધ કર્યો નથી. હૈદરાબાદ

RSSના વડા મોહન ભાગવતે કહ્યું કે, સંઘ પરિવારે ક્યારેય પણ કેટલાક ગ્રુપને આપવામાં આવેલા અનામતનો વિરોધ કર્યો નથી. હૈદરાબાદમાં એક શૈક્ષણિક સંસ્થાના કાર્યક્રમમાં ભાગવતે કહ્યું કે, જ્યાર સુધી જરૂર હોય અનામત વધારવું જોઇએ.
ન્યૂઝ એજન્સી અનુસાર, મોહન ભાગવતે કહ્યું, "સંઘ શરૂઆતથી જ બંધારણ અનુસાર તમામ અનામતનું સમર્થન કરતું રહ્યું છે પરંતુ કેટલાક લોકો ખોટા વીડિયો પ્રસાર કરી રહ્યાં છે." મોહન ભાગવતનું આ નિવેદન અનામતને લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધ વચ્ચે આવ્યું છે. RSS પ્રમુખ મોહન ભાગવતે ગત વર્ષે નાગપુરમાં કહ્યું હતું કે, જ્યાર સુધી સમાજમાં ભેદભાવ છે ત્યાર સુધી અનામત ચાલુ રહેવું જોઇએ.
ખોટા વીડિયો પ્રસાર કરવામાં આવે છે
મોહન ભાગવતે કહ્યું, "એક વીડિયો પ્રસાર કરવામાં આવી રહ્યો છે કે RSS અનામત વિરૂદ્ધ છે અને અમે તેના વિશે બહાર બોલી શકતા નથી. હવે આ પુરી રીતે ખોટો છે. આ અસત્ય વાતો છે અને ખોટી વાત છે. સંઘ શરૂઆતથી જ બંધારણ અનુસાર, તમામ અનામતનું સમર્થન કરતું રહ્યું છે."
દેશમાં લોકસભા ચૂંટણી 2024 માટે બે તબક્કામાં 190 બેઠકો પર ચૂંટણી યોજાઇ ગઇ છે અને પાંચ તબક્કા હજુ પણ બાકી છે. પહેલા પણ કેટલીક પાર્ટીના નેતા ભાજપ અને RSS પર આરોપ લગાવતા રહ્યાં છે કે તે અનામત ખતમ કરી નાખશે. આ બધા વચ્ચે હવે ચૂંટણીના સમય વચ્ચે અનામતને લઇને એક વીડિયો સર્કુલેટ થઇ રહ્યો છે જેના પર મોહન ભાગવતે સ્પષ્ટતા કરી છે.








