મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 7 મોટી યોજનાઓ માટે 14 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા

મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લગતી 7 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. સોમવારે મળેલી બેઠકમાં

મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, 7 મોટી યોજનાઓ માટે 14 હજાર કરોડ રૂપિયા ફાળવ્યા

મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લગતી 7 યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. સોમવારે મળેલી બેઠકમાં ખેડૂતોના જીવનને સુધારવા અને તેમની આવક વધારવા માટે 7 મોટા નિર્ણયો લીધા હોવાની કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી છે. 

આ અંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, કેબિનેટે ખેડૂતોની જિંદગી સુધારવા અને તેમની આવક વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ ક્ષેત્ર માટે સાત મોટા નિર્ણય લેવાયા છે, જે માટે લગભગ 14000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા 2817 કરોડની ફાળવણી કરવામાં આવી છે.  

કેન્દ્રીય કેબિનેટના સાત મોટા નિર્ણય

ડિજિટલ કૃષિ મિશન માટે રૂપિયા 2817 કરોડને મંજૂર આપી
ખોરાક, પોષણના પાક વિજ્ઞાન માટે 3979 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી મળી
કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા રૂ.2291 કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપી
સરકારે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂપિયા 1702 કરોડની યોજનાને મંજૂરી આપી
બાગાયત વિકાસ માટે રૂપિયા 860 કરોડની ફાળવણીની મંજૂરી
કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂ. 1,202 કરોડની ફાળવણીને મંજૂરી
કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂપિયા 1115 કરોડની યોજનાને પણ મંજૂરી

આ સમાચાર શેર કરો