મોદી સરકારનો મોટો નિર્ણય, વિદેશી નાગરિકો માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવી

મોદી સરકારનો મોટો નિર્ણય, વિદેશી નાગરિકો માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવી
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

વિકસિત દેશોના ધોરણોનો અભ્યાસ કરીને લેવાયો નિર્ણય

આ સાથે જ વિઝા અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરવાના કોલમની સંખ્યામાં પણ 65 થી 70 ટકા સુધીનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વિદેશી નાગરિકોનો સમય બચી શકે અને પ્રક્રિયા ઝડપી બને. ગૃહ મંત્રાલયે અગાઉ ઓક્ટોબર 2025માં પણ વિઝા વ્યવસ્થામાં સુધારા કર્યા હતા, અને હવે આ નવી કવાયત અંતર્ગત વિકસિત દેશોની વિઝા પ્રણાલીઓ તથા આંતરરાષ્ટ્રીય ધોરણોનો અભ્યાસ કરીને ફેરફારો કરવામાં આવ્યા છે.

જાહેરાત

યાત્રાના સમાન ઉદ્દેશ્યોને એક જ શ્રેણીમાં સામેલ કરવાથી અરજદારોને યોગ્ય વિઝા પસંદ કરવામાં સરળતા રહેશે. આ નવી સંશોધિત વ્યવસ્થા વર્ષ 2026ના અંત સુધીમાં સંપૂર્ણપણે અમલમાં આવી જશે, જેના માટે આઈટી સિસ્ટમને અપડેટ કરવામાં આવી રહી છે. હાલમાં વિશ્વના 172૨ દેશોના નાગરિકોને ભારતની ઈ-વિઝા સુવિધા ઉપલબ્ધ છે.

વિઝાની નવી 9 મુખ્ય શ્રેણીઓ:

નવી વ્યવસ્થા હેઠળ હવે વિઝાની માત્ર નીચે મુજબની 9 મુખ્ય શ્રેણીઓ જ રહેશે:

  1. બિઝનેસ (Business)
  2. ડિપ્લોમેટિક (Diplomatic)
  3. વર્ક (Work)
  4. જર્નલિસ્ટ (Journalist)
  5. મેડિકલ (Medical)
  6. ઓફિશિયલ (Official)
  7. સ્ટુડન્ટ (Student)
  8. વિઝિટર (Visitor)
  9. મિસલેનિયસ (Miscellaneous)

મુખ્ય વિભાગોમાં થયેલા મહત્ત્વના ફેરફારો

વિઝિટર વિઝા (અગાઉનો ટૂરિસ્ટ વિઝા): પરંપરાગત પ્રવાસન ઉપરાંત અન્ય ગતિવિધિઓને આવરી લેવા માટે ટૂરિસ્ટ વિઝાનું નામ બદલીને 'વિઝિટર વિઝા' કરવામાં આવ્યું છે. તેને V-1 અને V-2 એમ બે ઉપ-શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે. V-1 વિઝા 30 દિવસ માટે મલ્ટિપલ એન્ટ્રી સાથે મળશે જેમાં બિઝનેસ મીટિંગ, મેડિકલ પરામર્શ, વેલનેસ અને ટૂંકા અભ્યાસક્રમો સામેલ છે. જ્યારે V-2 વિઝા લાંબા ગાળાની યાત્રાઓ, પર્વતારોહણ અને અન્ય શરતો સાથે 1 થી 10 વર્ષ સુધી મળી શકશે.

મેડિકલ અને આયુષ વિઝા: આધુનિક ચિકિત્સા માટે M-1 વિઝા અને આયુષ પદ્ધતિઓથી સારવાર માટે M-3 વિઝાની અલગ જોગવાઈ કરાઈ છે. દર્દીઓના સહાયકો માટે M-2 અને M-4 વિઝા મળશે, જેમાં ડિફોલ્ટ રૂપે એક વર્ષ અને મલ્ટિપલ એન્ટ્રીની સગવડ રહેશે જેથી વારંવાર અરજી ન કરવી પડે.

વિદેશી વિદ્યાર્થીઓ માટે 5 વર્ષ સુધીનો ઈ-વિઝા: સ્ટુડન્ટ વિઝાને S-1 (સ્કૂલ, સ્નાતક, અનુસ્નાતક) અને S-2 (પીએચડી, રિસર્ચ, વિઝિટિંગ ફેકલ્ટી, ઈન્ટર્નશિપ) એમ બે ભાગમાં વહેંચાયા છે. 'સ્ટડી ઈન્ડિયા' પોર્ટલ દ્વારા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને 5 વર્ષ સુધીનો ઈ-S-1 મલ્ટિપલ એન્ટ્રી વિઝા મળી શકશે.

બિઝનેસ અને ટેકનિકલ વિશેષજ્ઞો: બિઝનેસ વિઝાને B-1 (ઉદ્યોગ સ્થાપના માટે) અને B-2 (ટૂંકા ગાળાના કોન્ટ્રાક્ટ, પ્રોડક્શન ઇન્વેસ્ટમેન્ટ, ફિલ્મ નિર્માણ) માં વહેંચવામાં આવ્યા છે. ભારતીય કંપનીઓમાં મશીનોની સ્થાપના કે ટેકનિકલ સહાય માટે આવતા વિશેષજ્ઞો અને ઇજનેરોને પણ B-2 શ્રેણી હેઠળ સરળતાથી ઈ-વિઝા મળી રહેશે.

મિસલેનિયસ વિઝા: આ શ્રેણી હેઠળ ભારતીય મૂળના વ્યક્તિઓ, તેમના જીવનસાથી, બાળકો, ઓરોવિલ ફાઉન્ડેશન સાથે જોડાનારા લોકો અને અફઘાન નાગરિકો માટેના સ્ટે વિઝા તથા લાંબા ગાળાના વિઝાના પ્રાવધાનો સમાવેશ કરાયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત