મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'મોદી સરકાર 5 વર્ષ પૂર્ણ કરશે', અમિત શાહના વિપક્ષ પર પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચંદીગઢમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ બનેલા 24×

'મોદી સરકાર 5 વર્ષ પૂર્ણ કરશે', અમિત શાહના વિપક્ષ પર પ્રહાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચંદીગઢમાં સ્માર્ટ સિટી મિશન હેઠળ બનેલા 24×7 જળ પુરવઠો પ્રોજેક્ટ લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.

અમિત શાહે શુ કહ્યું?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, "જેને જે કહેવું હોય તે કહેવા દો 2029માં ફરી NDAની જ સરકાર આવશે. વિપક્ષના જે લોકો કહે છે કે 5 વર્ષ સરકાર નહીં ચાલે તેમને હું કહેવા માંગુ છું કે મોદી સરકાર પુરા 5 વર્ષ ચાલશે."

અમિત શાહે કહ્યું કે 10 વર્ષમાં પીએમ નરેન્દ્ર મોદીએ સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક કરી. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનું કામ પણ પીએમ મોદીએ જ કર્યું. દેશની જનતાએ મોદીજીના કામ પર વિશ્વાસ કર્યો છે. આગળ પણ લોકો તેમના કામ પર વિશ્વાસ કરશે.

લોકસભા ચૂંટણી 2024માં ભાજપ પૂર્ણ બહુમતના આંકડા 272થી દૂર રહ્યું છે. એવામાં સરકાર NDAની બની છે. ચંદ્રબાબુ નાયડુની TDP અને નીતિશ કુમારની JDUના સહયોગથી NDAની સરકાર બની છે. વિપક્ષના નેતા અવાર નવાર કહી રહ્યાં છે કે પીએમ મોદીની NDA સરકાર 5 વર્ષ નહીં ચાલી શકે.

આ સમાચાર શેર કરો