મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સાંસદોનો પગાર 24 ટકા વધ્યો, પેન્શન- મોંઘવારી ભથ્થાને મોદી સરકારની મંજૂરી 

દેશભરના સાંસદોની સેલેરીમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ‘સંસદ સભ્ય પગાર, ભથ્થાં અને પેન્શન

સાંસદોનો પગાર 24 ટકા વધ્યો, પેન્શન- મોંઘવારી ભથ્થાને મોદી સરકારની મંજૂરી 

દેશભરના સાંસદોની સેલેરીમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ‘સંસદ સભ્ય પગાર, ભથ્થાં અને પેન્શન અધિનિયમ-1954 હેઠળ વેતન અને ભથ્થામાં સંશોધન કર્યા બાદ વધારો કર્યો છે. સરકારના નોટિફિકેશન મુજબ નવો પગાર વધારો પહેલી એપ્રિલથી લાગુ થશે. સાંસદોના પગાર વધારવા પાછળ સરકારે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે, જેને ધ્યાને રાખી આ ફેરફાર કરવામાં આવ્યો છે.’

સાંસદોના પગારમાં કેટલો વધારો થશે?

સરકારે બહાર પાડેલ જાહેરનામા મુજબ, સાંસદોના પગાર, દૈનિક ભથ્થું અને પેન્શનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સાંસદોને પહેલા મહિને રૂપિયા 1,00,000 પગાર મળતો હતો, જે વધારીને 1.24 લાખ કરવામાં આવ્યો છે. જ્યારે દૈનિક ભથ્થું (Daily Allowance) રૂપિયા 2000થી વધારી 2500 કરવામાં આવ્યું છે. આ સાથે પૂર્વ સાંસદોના પેન્શનમાં પણ વધારો કરવામાં આવ્યો છે. પૂર્વ સાંસદોનું માસિક પેન્શન 25000થી વધારીને 31000 કરવામાં આવ્યું છે. જ્યારે વધારાનું પેન્શન (5 વર્ષથી વધુ સેવા માટે) રૂ. 2000થી વધારીને 2500 કરવામાં આવ્યું છે.

https://twitter.com/ANI/status/1904125547007107265
 
સરકારે પગાર વધારો કેમ કર્યો?

સરકારે કહ્યું કે, ‘મોંઘવારી અસરને ધ્યાને રાખીને સાંસદોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી દર અને ખર્ચ સૂચકાંક (Cost Inflation Index)ને ધ્યાને રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે. RBIના મોંઘવારી દરના આંકડાના આધારે સાંસદોની આર્થિક સ્થિતિ સંતુલિત કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સરકારના નિર્ણયથી કોને થશે ફાયદો?

કેન્દ્ર સરકારના નિર્ણયથી વર્તમાન સાંસદોને પગાર વધારો મળશે. આ ઉપરાંત પૂર્વ સાંસદોને વધુ પેન્શનનો લાભ મલશે. તેમજ પાંચ વર્ષથી વધુ સેવા આપનાર સાંસદોને વધારાનું પેન્શનમાં થયેલ વધારાનો ફાયદો મળશે.

આ સમાચાર શેર કરો