મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ચારધામ યાત્રા પર જતા લોકો ખાસ વાંચે, મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ બેન

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં સરકારે એક નિર

ચારધામ યાત્રા પર જતા લોકો ખાસ વાંચે, મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ બેન

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. આવી સ્થિતિમાં સરકારે એક નિર્ણય લીધો છે. જેમાં ચારધામમાં એટલે કે કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી મંદિરના 200 મીટરની અંદર કોઈ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવશે નહીં. 

મુખ્ય સચિવ રાધા રાતુરીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને સૂચના આપી છે કે યાત્રા પર આવનારા ભક્તો મંદિરની 200 મીટરની ત્રિજ્યામાં વીડિયો બનાવી શકશે નહીં કે મોબાઈલનો ઉપયોગ પણ કરી શકશે નહીં. જો કોઈ મોબાઈલનો ઉપયોગ કરતું જોવા મળશે તો પોલીસ તેને રોકશે. તેમજ તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે. 

રજીસ્ટ્રેશન વગર ચારધામ યાત્રા પર ન આવવું

ઉત્તરાખંડ સરકારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને જણાવ્યું કે, કોઈ પણ શ્રદ્ધાળુ રજીસ્ટ્રેશન વગર ચારધામ યાત્રા પર ન આવવું જોઈએ. જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓએ રજીસ્ટ્રેશનમાં દર્શાવેલ તારીખ પર આવવું જોઈએ. મુખ્ય સચિવ રાધા રાતુરીએ પણ આવનારા ભક્તોને સંયમ રાખવા અને વહીવટીતંત્રને ટેકો આપવા અપીલ કરી છે.

ખોટો વીડિયો કે અફવા ફેલાવનાર સામે કાર્યવાહી થશે 

મુખ્ય સચિવે કહ્યું છે કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે પણ યાત્રા દરમિયાન વધુ લોકો આવી રહ્યા છે. આવી સ્થિતિમાં રજીસ્ટ્રેશન વગર મુસાફરી કરનારાઓને રોકી દેવામાં આવશે. હવે અમે વિવિધ સ્થળોએ વાહનોની તપાસ કરીને અને ભક્તો સાથે વાત કર્યા પછી જ તેમને આગળ મોકલીશું, જેથી ચાર ધામમાં અચાનક ભીડ ન વધે. આ સાથે સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે કોઈ પણ પ્રકારની અફવા કે ખોટો વીડિયો ફેલાવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો