મહારાષ્ટ્રમાં ધારાસભ્યનું વિવાદાસ્પદ નિવેદન, 'સૌથી સુંદર દેખાતી યુવતીઓ...’
મહારાષ્ટ્રમાં અપક્ષ ધારાસભ્યએ ખેડૂતોનો ઉલ્લેખ કરીને નિવેદન કરતા વિવાદ ઉભો કર્યો છે. ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદનમ

મહારાષ્ટ્રમાં અપક્ષ ધારાસભ્યએ ખેડૂતોનો ઉલ્લેખ કરીને નિવેદન કરતા વિવાદ ઉભો કર્યો છે. ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું કે, 'ખેડૂતના પુત્રને નીચા સ્તરની યુવતી સાથે સંતોષ માનવો પડે છે, કારણ કે સૌથી સુંદર યુવતીઓ એવા પુરુષ સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે જેની પાસે કાયમી નોકરી અથવા વ્યવસાય હોય.'
વરુડ-મોર્શીના અપક્ષ ધારાસભ્ય અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના સમર્થક દેવેન્દ્ર ભુયાર મંગળવારે જિલ્લાના વરુડ તાલુકામાં એક બેઠકમાં ખેડૂતોની સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા હતા. જે દરમિયાન કહ્યું કે, 'જો કોઈ યુવતી સુંદર હશે, તો મારા અને તમારા જેવા પુરુષને પસંદ કરશે નહીં, તે નોકરીવાળા પુરુષને પસંદ કરશે. જ્યારે જે યુવતી થોડી ઓછી સુંદર છે તો તે કરિયાણાની દુકાન અથવા પાનની દુકાન ચલાવતી વ્યક્તિને પસંદ કરે છે. જ્યારે ત્રીજા નંબર પર આવતી યુવતી ખેડૂતના છોકરા સાથે લગ્ન કરવાનું પસંદ કરશે. તેમના લગ્ન પછી પેદા થતા બાળકો પણ સુંદર હોતા નથી.'
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક
મહારાષ્ટ્રમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ તેમના મતદારોને રીઝવવા માટે અલગ-અલગ નિવેદનો કરી રહ્યા છે. જ્યારે રાજ્યમાં મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, શિવસેના શિંદે જૂથ, એનસીપી અજીત અને મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના ઉદ્ધવ જૂથ, એનસીપી શરદ જૂથ વચ્ચે વિધાનસભા ચૂંટણીમાં સખત ટક્કર જોવા મળશે.






