Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Ministry of External Affairs made a clarification about Elon Musk

'માત્ર PM MODI અને ટ્રમ્પ વચ્ચે થયો હતો ફોન કોલ', વિદેશ મંત્રાલયે મસ્ક હાજર હોવાના દાવાને ફગાવ્યો

Timeછેલ્લું અપડેટ : 28 Mar 2026
લાઇવ ટીવીGoogle News
'માત્ર PM MODI અને ટ્રમ્પ વચ્ચે થયો હતો ફોન કોલ', વિદેશ મંત્રાલયે મસ્ક હાજર હોવાના દાવાને ફગાવ્યો
સોર્સ : gstv

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા અને ભારતના વડા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત હાલ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચામાં છે. દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન મોદી અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેલિફોનિક વાતચીતમાં બિઝનેસમેન ઈલોન મસ્ક પણ જોડાયા હતા. જોકે હવે ભારતના વિદેશ મંત્રાલયે આ વાતને રદિયો આપ્યો છે. 

App Store

ભારતના વિદેશ મંત્રાલયનો જવાબ 

અમેરિકાના ધ ન્યૂયોર્ક ટાઈમ્સે દાવો કર્યો હતો કે,  આ હાઈ-પ્રોફાઈલ ટેલિફોનિક વાતચીતમાં ઉદ્યોગપતિ ઈલોન મસ્ક પણ જોડાયેલા હતા. જોકે મસ્કે શું વાતચીત કરી તેની વિગત જાહેર કરવામાં આવી નહોતી. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અહેવાલોને નકારતા કહ્યું કે, અમે આ અહેવાલો જોયા છે. પરંતુ 24 માર્ચના રોજ થયેલી ટેલિફોન વાતચીત માત્ર પીએમ મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પ વચ્ચે જ થઈ હતી. આ દરમિયાન પશ્ચિમ એશિયાની સ્થિતિ અને શાંતિ સ્થાપવા અંગે જ ગંભીર ચર્ચા થઈ હતી.

સામાન્ય રીતે બે દેશોના વડાઓ વચ્ચે થતી વાતચીત અત્યંત ગુપ્ત અને સુરક્ષિત હોય છે. તેમાં કોઈ ખાનગી વ્યક્તિ કે ઉદ્યોગપતિની હાજરી એ પ્રોટોકોલનું ઉલ્લંઘન માનવામાં આવે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના ગાઢ સંબંધોને જોતા આ અહેવાલને મહત્ત્વ આપવામાં આવી રહ્યું હતું.