જમ્મુ કાશ્મીરમાં મતદાન વચ્ચે ધરણા પર બેઠા મહબૂબા મુફ્તી, વોટિંગમાં ગડબડનો આરોપ
લોકસભા ચૂંટણી 2024માં છઠ્ઠા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. જમ્મુ કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક પર પણ મતદાન થઇ રહ્

લોકસભા ચૂંટણી 2024માં છઠ્ઠા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. જમ્મુ કાશ્મીરની અનંતનાગ-રાજૌરી બેઠક પર પણ મતદાન થઇ રહ્યું છે. પીડીપીના અધ્યક્ષ મહબૂબા મુફ્તી અહીંથી ચૂંટણી લડી રહ્યાં છે. મહબૂબા મુફ્તી મતદાન વચ્ચે વોટિંગમાં ગડબડનો આરોપ લગાવીને ધરણા પર બેઠા છે.
મહબૂબા મુફ્તીએ વોટિંગમાં ગડબડનો લગાવ્યો આરોપ
મહબૂબા મુફ્તીએ કહ્યું, 'અમારા લોકોને ઘરોમાં બંધ કરી દેવામાં આવ્યા છે. આ લોકો વોટિંગમાં ગડબડ કરવા માંગે છે. ઉપરાજ્યપાલ સાહેબ ચૂંટણીમાં ગડબડ કરાવવા માટે યુપીથી આવ્યા છે. આ લોકો 1987ની ચૂંટણીમાં થયેલી ગડબડને ફરી દોહરાવવા માંગે છે. જો મહબૂબા મુફ્તીથી એટલા જ ડરો છો તો પહેલા કહેવું હતું, હું ચૂંટણી જ ના લડત."
અનંતનાગ-રાજૌરી લોકસભા સીટ
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડા અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી જમ્મુ-કાશ્મીરની અનંતનાગ-રાજૌરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. નેશનલ પેન્થર્સ પાર્ટી (BHIM) એ તેમની સામે અરશિદ અહેમદ લોનને ટિકિટ આપી છે. મિયાં અલ્તાફ અહેમદ નેશનલ કોન્ફરન્સ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. 10 અપક્ષ સહિત કુલ 20 ઉમેદવારો મેદાનમાં છે.








