VIDEO:દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની મેગા બેઠક: વિપક્ષી નેતાઓનું શક્તિ પ્રદર્શન
દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ઈન્ડિયા ગઠબંધનની મોટી બેઠક ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી પ્રમુખ મમતા બેનર્જી, સાંસદ અભિષેક બેનર્જી, આરજેડી નેતા તેજસ્વી યાદવ અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સહિત અન્ય નેતાઓ પહોંચ્યા છે. ઉદ્ધવ ઠાકરે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાયા છે. બેઠક બે વર્ષ બાદ મળી છે. કોંગ્રેસે રવિવારે દાવો કર્યો હતો કે 23 વિપક્ષી પક્ષો ભાગ લેશે. મમતા બેનર્જી બેઠકમાં હાજરી આપવા માટે ગઈકાલે જ દિલ્હી પહોંચ્યા હતા. તેમણે રવિવારે સાંજે AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી.પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ આ પ્રથમ બેઠક મળી છે..જેમાં તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જી પણ હાજર રહ્યા છે.

