MCDએ નહેરુ વિહારમાં આવેલ દૃષ્ટિ IAS કોચિંગને સીલ કરી દીધું, આપ્યું આ કારણ
DELHI: દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત RAU's IAS કોચિંગ સેન્ટરમાં થયેલી દુર્ઘટના બાદ જાગેલી દિલ્હી પોલીસ અ

DELHI: દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત RAU's IAS કોચિંગ સેન્ટરમાં થયેલી દુર્ઘટના બાદ જાગેલી દિલ્હી પોલીસ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત કાર્યવાહી ચાલી રહી છે. હવે MCDએ નહેરુ વિહાર સ્થિત દ્રષ્ટિ (ધ વિઝન) કોચિંગ સેન્ટર સીલ કરી દીધું છે. એમસીડીએ જણાવ્યું કે સર્વે દરમિયાન દિલ્હીના નેહરુ વિહાર સ્થિત ટાવર નંબર 1, 2 અને 3ના સંયુક્ત બેઝમેન્ટમાં કોચિંગ ચાલી રહ્યું હતું. જે સીલ કરી દેવામાં આવ્યું છે.
MCD માહિતી આપી હતી કે ફિલ્ડ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સર્વે દરમિયાન, ટાવર નંબર એક, બે અને ત્રણના સંયુક્ત બેઝમેન્ટમાં કોચિંગ/શિક્ષણ હેતુ માટે બેઝમેન્ટનો ઉપયોગ કરવા માટે બિલ્ડિંગના ધોરણોના ઉલ્લંઘન બદલ દૃષ્ટિ વિઝન IASને સીલ કરી દીધી છે.
આ પહેલા રવિવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને ભોંયરામાં ગેરકાયદે ચાલતા 13 કોચિંગ સેન્ટરોને સીલ કરી દીધા હતા. આ સાથે જ કોચિંગ સેન્ટરો પર પણ નોટિસ ચોંટાડવામાં આવી છે.
IAS ગુરુકુલ
ચહલ એકેડમી
પ્લુટસ એકેડેમી
સાઈ ટ્રેડિંગ
IAS સેતુ
ટોપર્સ એકેડમી
દૈનિક સંવાદ
સિવિલ ડેઇલી IAS
કરિયર પાવર
99 નોટસ
વિદ્યા ગુરુ
ગાઈડેન્સ IAS
ઈઝી ફોર IAS
MCDના અધિકારીઓ રાજેન્દ્ર નગર વિસ્તારમાં ચાલતા અનેક કોચિંગ સેન્ટરો પર કાર્યવાહી કરી હતી. જે અંગે મેયર શૈલી ઓબેરોયે જણાવ્યું હતું કે, એમસીડીએ રાજેન્દ્ર નગરમાં જે નિયમોનું ઉલ્લંઘન કરીને ભોંયરામાં ચલાવવામાં આવી રહ્યા હતા તેવા તમામ કોચિંગ સેન્ટરોને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જો જરૂર પડશે તો આ અભિયાન સમગ્ર દિલ્હીમાં ચલાવવામાં આવશે. મોડી રાત સુધી 13 કોચિંગ સેન્ટર સીલ કરવામાં આવ્યા હતા.






