મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હાથરસ ઘટનામાં બાબાને ક્લીનચિટ મળતા જ ભડક્યા માયાવતી, SITના રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ

બસપા પ્રમુખ માયાવતીએ હાથરસ ભાગદોડ ઘટનામાં તપાસ માટે રચવામાં આવેલી SITના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે

હાથરસ ઘટનામાં બાબાને ક્લીનચિટ મળતા જ ભડક્યા માયાવતી, SITના રિપોર્ટ પર ઉઠાવ્યા સવાલ

બસપા પ્રમુખ માયાવતીએ હાથરસ ભાગદોડ ઘટનામાં તપાસ માટે રચવામાં આવેલી SITના રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. માયાવતીએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા લખ્યુ કે SITનો આ રિપોર્ટ ઘટનાની ગંભીરતાના હિસાબથી નથી પણ રાજનીતિથી પ્રેરિત વધારે લાગે છે.

માયાવતીએ શું કહ્યું?

માયાવતીએ X પર લખ્યુ, મુખ્ય આયોજક સૂરજપાલ ઉર્ફ 'ભોલે બાબા'ની ભૂમિકા વિશે SITનું ચુપ રહેવું ચિતાનું કારણ છે. માયાવતીએ કહ્યું કે, સૂરજપાલ પર કડક કાર્યવાહીની જગ્યાએ ક્લીનચિટ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

માયાવતીએ X પર લખ્યુ, "યુપીના હાથરસમાં સત્સંગ ભાગદોડ કાંડમાં 121 નિર્દોષ મહિલા અને બાળકોના દર્દનાક મોત સરકારની બેદરકારીનું જીવતુ જાગતું પ્રમાણ છે પરંતુ SIT દ્વારા સરકારને રજૂ કરવામાં આવેલો રિપોર્ટ ઘટનાની ગંભીરતાના હિસાબથી નહીં પણ રાજનીતિથી પ્રેરિત વધારે લાગે છે, આ અતિ દુ:ખદ છે."

બસપા પ્રમુખે લખ્યુ, "આ અતિ-જીવલેણ ઘટનાના મુખ્ય આયોજક ભોલેબાબાની ભૂમિકા સંબંધમાં SITનું ચુપ રહેવું પણ લોકોમાં ચિંતાનું કારણ છે. સાથે જ તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહીની જગ્યાએ તેમને ક્લીનચિટ આપવાનો પ્રયાસ ચર્ચાનો વિષય છે. સરકાર જરૂર ધ્યાન આપે જેથી આવી ઘટનાઓ ફરી ના બને."

SITએ પોતાના રિપોર્ટમાં શું કહ્યું હતું?

SITએ રિપોર્ટમાં કહ્યું કે ઘટના પાછળ કાર્યક્રમ આયોજકોની બેદરકારી મુખ્ય કારણ છે. સાથે જ SITએ સ્થાનિક તંત્રને પણ જવાબદાર માન્યું છે. SITના રિપોર્ટમાં નારાયણ સાકાર હરિ/ સૂરજપાલ ઉર્ફ ભોલેબાબાનો ઉલ્લેખ જ નથી.હાથરસ દૂઘટનામાં રચાયેલી તપાસ કમિટીના રિપોર્ટના આધાર પર SDM, CO સહિત 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મહત્ત્વપૂર્ણ છે કે હાથરસના સિકંદરારાઉ વિસ્તારમાં બે જુલાઇએ હરિ નારાયણ સાકાર વિશ્વ હરિ ઉર્ફ ભોલેબાબાના સત્સંગ સમાપન દરમિયાન ભાગદોડ થતા 121 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.

આ સમાચાર શેર કરો