મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મુંબઈના ધારાવી વિસ્તારમાં ભીષણ આગ, ટ્રકમાં રાખેલા સિલિન્ડરમાં વિસ્ફોટ

મુંબઈના ધારાવી વિસ્તારમાં આગ લાગી છે. ટ્રકમાં રાખેલા સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. એક પછી એક અનેક સિલિ

મુંબઈના ધારાવી વિસ્તારમાં ભીષણ આગ, ટ્રકમાં રાખેલા સિલિન્ડરમાં વિસ્ફોટ

મુંબઈના ધારાવી વિસ્તારમાં આગ લાગી છે. ટ્રકમાં રાખેલા સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. એક પછી એક અનેક સિલિન્ડર ફૂટ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.

સિલિન્ડર ફૂટ્યાનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ધારાવીમાં બંને બાજુનો રસ્તો બંધ થઈ ગયો અને વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. ફાયર બ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ સમાચાર શેર કરો