Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive blast in Tamil Nadu's firecracker factory

VIDEO: Tamilnaduની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ; 19 લોકોનાં મોત, તંત્રએ આપ્યા તપાસના આદેશ

Timeછેલ્લું અપડેટ : 19 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં આવેલી એક ફટાકડા બનાવવાના યુનિટમાં જોરદાર વિસ્ફોટ થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 19 લોકોનાં મોત થયા છે, જ્યારે અન્ય ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. બીજી બાજુ ઓછામાં ઓછા 6 લોકો ઈજાગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું છે, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

App Store

આજુબાજુના ચાર યુનિટો ઝપેટમાં

આ વિસ્ફોટ કટ્ટનારપટ્ટી વિસ્તારમાં આવેલી એક ક્રેકર યુનિટ( ફટાકડા ફેક્ટરી)માં થયો હતો, જેથી જોત જોતામાં આજુબાજુના ચાર યુનિટોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. દુર્ઘટના બાદ વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે, હાલ રાહત-બચાવ કાર્ય તાત્કાલિક શરૂ કરી દેવામાં છે. ધડાકો એટલો ભીષણ હતો કે આસપાસની ઇમારતોને પણ નુકસાન થયું હતું. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને રાહત ટીમો સતત કાટમાળ હટાવવા અને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં લાગેલી છે. પ્રશાસને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

સુરક્ષાના ધોરણોની અવગણના?

હાલ વિસ્ફોટના કારણો જાણી શકાયા નથી, પરંતુ પ્રાથમિક આશંકા છે કે આ અકસ્માત ફટાકડાના ઉત્પાદન દરમિયાન સુરક્ષાના ધોરણોની અવગણનાને કારણે થયો હોઈ શકે છે. અધિકારીઓએ આ મામલે તપાસના આદેશ આપી દીધા છે. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.