મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

મહાકુંભમાં અનેક ગુજરાતીઓ ટ્રાફિકમાં ફસાયા, કાશીથી અયોધ્યા તરફના રોડ પર 40 કિમી સુધીનો ટ્રાફિકજામ

મહાકુંભમાં મહાશિવરાત્રીના અંતિમ પવિત્રસ્નાન માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અનેક ગુજરાતીઓ મહાશિવર

મહાકુંભમાં અનેક ગુજરાતીઓ ટ્રાફિકમાં ફસાયા, કાશીથી અયોધ્યા તરફના રોડ પર 40 કિમી સુધીનો ટ્રાફિકજામ

મહાકુંભમાં મહાશિવરાત્રીના અંતિમ પવિત્રસ્નાન માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અનેક ગુજરાતીઓ મહાશિવરાત્રીએ પવિત્ર સ્નાન કરવા સંગમ પહોંચ્યા છે. જોકે, ગુજરાતીઓ ભારે ટ્રાફિકમાં ફસાઇ ગયા છે. કાશીથી અયોધ્યા તરફના રોડ પર 40 કિલોમીટર સુધીનો ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે.

મહાકુંભ સ્નાન માટે ગયેલા ગુજરાતીઓ ટ્રાફિકમાં ફસાયા છે. અમદાવાદ-રાજકોટ,ભાવનગરના શ્રદ્ધાળુઓ ટ્રાફિકમાં ફસાયા છે. અયોધ્યા તરફ જતા રોડ પર 40 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ લાગ્યો છે અને મોટાભાગના રસ્તાઓ બ્લોક થઇ ગયા છે.કુંભમાં જતા લોકોની ભીડ વધી જતા ઠેર ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે. 

મહાકુંભમાં આજે સાંજથી વાહનોની નો એન્ટ્રી

મહાકુંભનો મહાશિવરાત્રિએ અંતિમ દિવસ છે. મંગળવાર સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આસપાસના જિલ્લામાંથી પણ લોકો સંગમમાં સ્નાન કરવા માટે પહોંચી રહ્યાં છે. પ્રયાગરાજ શહેરના તમામ એન્ટ્રી પોઇન્ટ પર ટ્રાફિક જામ સર્જાયો છે. પોલીસ ધીમે ધીમે વાહનોને બહાર કાઢી રહી છે.

ભીડને જોતા તંત્રએ આજ સાંજથી 6 વાગ્યાથી પ્રયાગરાજ કમિશનરેટ એટલે કે શહેરને નો-વ્હીકલ ઝોન જાહેર કર્યો છે. સાંજથી કોઇ પણ વાહન શહેરમાં એન્ટ્રી નહીં કરી શકે. 

ભીડને જોતા મંગળવાર સવારથી જ પ્રયાગરાજ પહોંચનાર ગાડીઓને સંગમમાંથી 10 કિલોમીટર પહેલા જ પાર્કિગમાં રોકવામાં આવી રહી છે. તંત્રએ અપીલ કરી છે કે શ્રદ્ધાળુઓ નજીકના ઘાટ પર સ્નાન કરે અને ઘરે જાય. આજે સવારે 10 વાગ્યા સુધી 50.76 લાખ લોકોએ ડુબકી લગાવી છે. મહાકુંભ પર નજર રાખવા માટે એરફોર્સને પણ તૈનાત કરવામાં આવી છે. 

અયોધ્યામાં પણ ભારે ભીડ

અયોધ્યા રામ મંદિરમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહાકુંભમાં સ્નાન કર્યા બાદ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યાં છે. 

આ સમાચાર શેર કરો