મનુ ભાકરના મામા અને નાનીનું માર્ગ અકસ્માતમાં થયું અવસાન
ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન મળ્યાના બે દિવસ પછી જ તેની સાથે એક ઘટના બની છે.&n

ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન મળ્યાના બે દિવસ પછી જ તેની સાથે એક ઘટના બની છે. તેની નાની અને મામાનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અહેવાલ મુજબ, મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર એક સ્કૂટર અને બ્રેઝા કાર વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બંને વ્યક્તિઓના મોત થયા હતા.
મનુ ભાકરના મામા અને નાનીનું આ માર્ગ અકસ્માતમાં અવસાન થયું.
રિપોર્ટ અનુસાર, બંને મહેન્દ્રગઢ બાયપાસ રોડ પર સ્કૂટર પર જઈ રહ્યા હતા. એટલામાં જ એક બ્રેઝા કારે તેમને જોરદાર ટક્કર મારી. આ ટક્કર એટલી ભયંકર હતી કે બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. ચરખી દાદરીમાં થયેલા આ અકસ્માત પછી તરત જ, બ્રેઝા કારનો ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મનુ ભાકરના મામા અને નાનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આરોપીઓની શોધ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : VIDEO: મનુ ભાકર-ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓને મળ્યો ખેલ રત્ન, 32 ખેલાડીઓને અર્જૂન એવોર્ડ






