મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

હરિયાણામાં ભાજપ 'મોટી ગેમ રમવા'ની તૈયારીમાં! મનોહર લાલ ખટ્ટરે કુમારી શૈલજાને આપી આ ઓફર

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. હરિયાણાના

હરિયાણામાં ભાજપ 'મોટી ગેમ રમવા'ની તૈયારીમાં! મનોહર લાલ ખટ્ટરે કુમારી શૈલજાને આપી આ ઓફર

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે કોંગ્રેસમાં કુમારી શૈલજાનું અપમાન થયું છે અને અમે તેમને અમારી સાથે લેવા તૈયાર છીએ. ભાજપના સિનિયર નેતા મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, કુમારી શૈલજા સાથે દુર્વ્યવહાર થયો અને તેઓ ઘરે બેઠા છે. મનોહર લાલ ખટ્ટરે આ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાને જવાબદાર ગણાવ્યા હતા.

કોંગ્રેસ પર નિશાન સાધતા મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે અપમાન બાદ પણ તેમને શરમ ના આવી. અમે કોંગ્રેસના કેટલાય નેતાઓને અમારી સાથે સામેલ કર્યા છે અને જો શૈલજા તૈયાર હશે તો અમે તેમને ભાજપમાં લઈ જઈશું. મનોહર લાલ ખટ્ટરના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે અને કુમારી શૈલજાને લઈને વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

ભાજપ કુમારી શૈલજાના કથિત અપમાનને લઈને કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. ભાજપે કહ્યું કે જો કોંગ્રેસ તેના દલિત નેતા કુમારી શૈલજાનું સન્માન નથી  જાળવી શકતી તો રાજ્યના બાકીના દલિતોનું શું કરશે? કુમારી શૈલજા પાર્ટીથી નારાજ હોવાનું કહેવાય છે. કુમારી શૈલજાએ હરિયાણાના ચૂંટણી પ્રચારથી પણ અંતર રાખ્યું છે અને સોશિયલ મીડિયા પર સક્રિય નથી.

માત્ર ભાજપે જ નહીં પરંતુ બસપાએ પણ કુમારી શૈલજા મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. માયાવતીના ભત્રીજા આકાશ આનંદે પણ આ મુદ્દે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, હુડ્ડાના સમર્થકોએ શૈલજા વિશે કેટલી ખરાબ વાતો કરી છે. તે એક મોટા દલિત નેતા છે અને અમે તેમનું સન્માન કરીએ છીએ. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ ક્યારેય દલિતોને સન્માન નહીં આપે અને હંમેશા દલિત વિરોધી રહેશે.

આ સમાચાર શેર કરો