VIDEO: મમતા બેનર્જીએ એક ખૂબ જ મોટો નિર્ણય લીધો બધી સંગઠનાત્મક સમિતિઓ ભંગ
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પક્ષમાં ચાલી રહેલા મોટા આંતરિક બળવા અને વિવાદો વચ્ચે મમતા બેનર્જીએ એક ખૂબ જ મોટો નિર્ણય લીધો છે. પક્ષમાં ભંગાણના અહેવાલો અને કેટલાક ધારાસભ્યોની નારાજગી વચ્ચે, ટીએમસીએ રાજ્યની પોતાની તમામ સંગઠનાત્મક સમિતિઓ અને સહયોગી મોરચાઓને તાત્કાલિક અસરથી ભંગ કરવાની જાહેરાત કરી દીધી છે.સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જાહેર કરીને પક્ષે જણાવ્યું છે કે હવે સંગઠનના દરેક સ્તરે આત્મમંથન, પ્રદર્શનની સમીક્ષા અને વ્યાપક પુનર્ગઠન કરવામાં આવશે. ધારાસભ્યોના એક જૂથ દ્વારા અલગ માન્યતા માંગવાની અટકળો વચ્ચે પક્ષને એકજૂથ રાખવા માટે આ આકરો નિર્ણય લેવાયો છે...

