'રમખાણો ભડકાવવાનો પ્રયાસ થશે, જાળમાં ફસાતા નહીં', ઈદની નમાજ પર મમતા બેનર્જીએ કહી આ વાત
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઈદની નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોને સંબોધિત કર્યા. તેમણે મુસ્લિમોને એ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઈદની નમાજ બાદ મુસ્લિમ સમુદાયના લોકોને સંબોધિત કર્યા. તેમણે મુસ્લિમોને એકજૂટતા માટે અપીલ કરી અને તેમને રમખાણો ભડકાવનારા તત્ત્વોથી સાવધ રહેવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 'ચૂંટણી દરમિયાન કેટલાક લોકો રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરશે, તેમની જાળમાં ફસાતા નહીં.' તેમણે મુસલમાનોને કહ્યું કે જો આપણે એકજૂટ રહીશું તો કોઈ આપણને નુકસાન પહોંચાડી શકશે નહીં. મમતા બેનર્જીએ ઈદના અવસર પર મુસ્લિમોને CAA, NRC અને યુનિફોર્મ સિવિલ કોડનો ડર પણ બતાવ્યો. તેમણે કહ્યું કે અમે આ ત્રણ કાયદાને સ્વીકારીશું નહીં કારણ કે તેઓ ભારતની ધર્મનિરપેક્ષતાની વિરુદ્ધ છે.
મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કહ્યું કે જે કોઈ રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરશે તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવશે. તેના આ નિવેદનને લઈને વિવાદ થઈ શકે છે. આ પહેલા મમતા બેનર્જીએ એક કાર્યક્રમમાં હિન્દુઓને અપીલ કરી હતી કે ચૈત્રી નવરાત્રિ આવી રહી છે અને હું તમામ હિન્દુઓે રામ નવમીનો તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવાની અપીલ કરું છું. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની પરેશાની ન થવી જોઈએ. હું ભગવાન રામનું પણ સન્માન કરું છું, પરંતુ રામ નવમી પર કોઈ ગરબડ ના થવી જોઈએ.
મમતા બેનર્જીએ જાહેરાત કરી છે કે CAA, NRC અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન કરવાની જાહેરત કરી છે. જણાવી દઈએ કે બુધવારે જ ગૃહમંત્રી અમિત શાહે CAA મામલે મમતા બેનર્જી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે મમતા રાજનીતિ માટે થઈને ઘૂસણખોરોની મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે શરણાર્થીઓએ કોઈપણ શંકા વિના નાગરિકતા માટે અરજી કરવી જોઈએ.
જણાવી દઈએ કે બુધવારે પશ્ચિમ બંગાળમાં બાલુરઘાટમાં એક ચૂંટણી રેલીમાં અમિત શાહે ભૂપતિનગર બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુનેગારોને બચાવવા અને નેશનલ ઇન્વેસ્ટિગેશન ટ્રિબ્યુનલના અધિકારીઓ સામે કેસ દાખલ કરવા માટે TMC સરકારની ટીકા પણ કરી હતી. તેમણે કહ્યું કે, 'મમતા દીદી લોકોને CAA વિશે ગેરમાર્ગે દોરે છે. શા માટે તે શરણાર્થીઓને નાગરિકતા મેળવવાની વિરુદ્ધ છે? હું શરણાર્થીઓને વિનંતી કરું છું કે ડરશો નહીં, કૃપા કરીને નાગરિકતા માટે અરજી કરો, કોઈ સમસ્યા નહીં થાય. તેની સામે કોઈ પોલીસ કેસ નોંધવામાં આવશે નહીં. શરણાર્થીઓને નાગરિકતા આપવાની અમારી પ્રતિબદ્ધતા છે.






