મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

'NIAની ટીમે રાત્રે દરોડા કેમ પાડ્યા?' મમતા બેનર્જીએ તપાસ એજન્સી પર ઉઠાવ્યા આ સવાલ

પશ્ચિમ બંગાળના ભૂપતિનગર બ્લાસ્ટ કેસમાં દરોડા પાડવા પહોંચેલી NIAની ટીમ ઉપર શનિવારે સવારે હુમલો થયો

'NIAની ટીમે રાત્રે દરોડા કેમ પાડ્યા?' મમતા બેનર્જીએ તપાસ એજન્સી પર ઉઠાવ્યા આ સવાલ

પશ્ચિમ બંગાળના ભૂપતિનગર બ્લાસ્ટ કેસમાં દરોડા પાડવા પહોંચેલી NIAની ટીમ ઉપર શનિવારે સવારે હુમલો થયો હતો. આ ઘટના અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે. દીદીએ તપાસ એજન્સી પર જ સવાલો ઉઠાવતા પૂછ્યું કે, NIAની ટીમે રાત્રે દરોડા કેમ પાડ્યા? શું પોલીસને આ બાબતની જાણ કરવામાં આવી હતી?

મમતા દીદીએ કહ્યું કે, જ્યારે ગામડાના લોકો અડધી રાત્રે કોઈ અજાણી વ્યક્તિઓને જુએ તો આવું જ થતું હોય છે. ચૂંટણી દરમિયાન ધરપકડ શા માટે? અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ કરે, નહીં કે ભાજપ સંચાલિત કમિશન બનીને રહી જાય.

જણાવી દઈએ કે, મમતા બેનર્જીએ દક્ષિણ દિનાજપુર જિલ્લાના બાલુરઘાટમાં એક રેલીને સંબોધિત કરી હતી, અહીં તેમણે NIA અધિકારીઓ પર 2022માં ફટાકડા ફોડવા સંબંધિત એક ઘટનાને લઈને ભૂપતિનગરમાં ગ્રામજનો પર હુમલો કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે NIAની ટીમની વહેલી સવારે ગ્રામજનોના ઘરની મુલાકાતને લીધે આ ટકરાવ થયો હતો.

મમતા બેનર્જીએ NIA પર જ સવાલો ઉઠાવ્યા 

જણાવી દઈએ કે, NIAની ટીમ 2022ના એક બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ કરવા ગઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ કેસ સંબંધે ધરપકડ કરીને કોલકાતા પરત ફરતી વખતે NIA અધિકારીઓ પર ગ્રામજનોએ હુમલો કર્યો હતો. મમતા બેનર્જીએ રાજકીય લાભ માટે કેન્દ્રીય એજન્સીઓનો કથિત ઉપયોગ કરવા બદલ ભાજપ સરકારની ટીકા કરી. આ સાથે ચૂંટણી પંચ પાસેથી નિષ્પક્ષતાની માંગ કરી. તેમણે ચૂંટણી પંચ દ્વારા રાજ્ય પોલીસ અધિકારીઓની બદલીઓ અંગે ચિંતા વ્યક્ત કરતા પ્રશ્ન કર્યો હતો કે ED, CBI, IT જેવી એજન્સીઓના અધિકારીઓને કેમ બદલવામાં આવ્યા નથી.

NIAએ બે કાવતરાખોરોની ધરપકડ કરી 

આ ઘટનામાં NIAએ બેકાબૂ ભીડના પ્રતિકાર વચ્ચે બે મુખ્ય કાવતરાખોરોની ધરપકડ કરી છે. આ લોકોની ઓળખ બલાઈ ચરણ મૈતી અને મનોબ્રતા જાના તરીકે થઈ છે. આ બંનેના ઘર સહિત પાંચ સ્થળોએ ઊંડાણપૂર્વક તપાસ બાદ ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં સ્થાનિક રહેવાસીઓના ટોળાએ NIA ટીમને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ઘનટા

આ ઘટનામાં NIAના અધિકારી ઘાયલ થયા હતા અને તેમના વાહનને પણ નુકસાન થયું હતું. NIAએ આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પકડાયેલા બંને આરોપીઓ પર આતંક ફેલાવવા માટે ક્રૂડ બોમ્બ બનાવવા અને વિસ્ફોટ કરવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો.

આ સમાચાર શેર કરો