Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major operation against terrorists in Rajouri, 'Operation Sheruwali' continues on 22nd day

VIDEO:રાજૌરીમાં આતંકીઓ સામે મહાઓપરેશન, 'ઓપરેશન શેરુવાલી' 22મા દિવસે પણ યથાવત

Timeછેલ્લું અપડેટ : 13 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું મહાઓપરેશન ઓપરેશન શેરુવાલીઆજે 22મા દિવસે પણ અત્યંત તેજ ગતિએ ચાલુ છે. રાજૌરીના માંજાકોટ સેક્ટર હેઠળના ગંભીર મુગલાન અને ડોરીમલના ગાઢ જંગલોમાં સુરક્ષા દળોએ સર્ચ અને કોર્ડન કામગીરી વધુ સઘન બનાવી છે. આ સંયુક્ત ઓપરેશનમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના જવાનો ડ્રોન, હેલિકોપ્ટર અને સ્નિફર ડોગ્સની મદદથી આતંકવાદીઓના સંભવિત ઠેકાણાઓ શોધી રહ્યા છે.મુગલાન વિસ્તારના દુર્ગમ અને પહાડી ભૂપ્રદેશમાં છુપાયેલા 2 થી 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કરવા માટે સુરક્ષા દળોએ અભેદ્ય ઘેરાબંધી કરી છે. ઓપરેશન દરમિયાન અનેક જગ્યાએ વિસ્ફોટો અને ગોળીબારના અવાજો પણ સંભળાયા છે. જંગલના ગાઢ કવચનો લાભ લઈને આતંકવાદીઓ નાસી ન જાય તે માટે વધારાની કુમક બોલાવીને વિસ્તારમાં કડક સુરક્ષા જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓ હાલ સમગ્ર પટ્ટામાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન ચલાવી રહી છે

App Store
ટોપિક્સ:gstvgstv newsrajouri