શિવાજીની મૂર્તિ પડવા વિરૂદ્ધ મહારાષ્ટ્ર વિકાસ અઘાડીનો વિરોધ, ઉદ્ધવ ઠાકરેએ CM શિંદેની તસવીર પર ચપ્પલ માર્યું
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ પડવાના વિરોધમાં મહાવિકા

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ પડવાના વિરોધમાં મહાવિકાસ અઘાડી (MVA) મુંબઇમાં પ્રદર્શન કરી રહ્યું છે. આ પ્રદર્શનને જૂતા મારો આંદોલન નામ આપવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને જૂતા માર્યા હતા.
MVAએ સાઉથ મુંબઇના હુતાત્મા ચોકથી ગેટ વે ઓફ ઇન્ડિયા સુધી રેલી કાઢી હતી જેમાં ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, શરદ પવાર, સુપ્રિયા સુલે, નાના પટોલે સહિત MVAની ત્રણેય પાર્ટીના મોટા નેતાઓ સામેલ થયા હતા.
પ્રદર્શન દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- મોદીજીની માફી અહંકારથી ભરેલી છે. બીજી તરફ શરદ પવારે કહ્યું- શિવાજી મહારાજની મૂર્તિ તૂટવી ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે.બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું- વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે. જનતા આ બધુ જોઇ રહી છે. આગામી સમયમાં ચૂંટણીમાં મહારાષ્ટ્રની જનતા તેમને જૂતાથી મારશે.
પ્રવાસીઓ માટે ગેટ વે ઓફ ઇન્ડિયા બંધ રાખવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપ પણ મહાવિકાસ અઘાડી વિરૂદ્ધ દાદર સહિત કેટલાક વિસ્તારમાં વિરોધ કરી રહ્યું છે.






